________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ
૫૦૭ લક્ષ્મણજી પોતાના મહેલમાં હતા. તેમને ખબર ન હતી કે રામ અને સીતા વનવાસ માટે નીકળી ગયાં છે. જ્યારે દાસ-દાસીઓને ધ્રુસકે ધ્રુસકે રડતાં જોયાં ત્યારે લક્ષ્મણજીએ પૂછ્યું:
કેમ, શું છે આજે? કેમ રડો છો?” કોઈએ જવાબ ન આપ્યો ને વધુ આક્રંદ કરવા લાગ્યાં. લક્ષ્મણજી અકળાયા. તેમણે પુનઃ પૂછ્યું:
કહો તો ખરાં, શી વાત છે? આટલું બધું રુદન કેમ?” એક દાસીએ કહ્યું : મહારાજકુમાર, જયેષ્ઠાર્ય અને મહાદેવી સીતાજી વનવાસમાં ગયાં.”
હું? ગયાં?’ લક્ષ્મણજી બેબાકળા બની ગયા. તેમનું મન ધૂંધવાઈ ઊઠ્યું. તે મહેલની અટ્ટલિકામાં ગયા અને હાથની મુષ્ટિઓ વાળી, તે જોરથી આંટા મારવા લાગ્યા. તેમનું મન બોલી ઊઠ્યું:
"પિતાજી સ્વભાવથી જ સરળ છે, જ્યારે સ્ત્રીઓ સ્વભાવથી જ કુટિલ હોય છે, નહીંતર કે કેયીએ અત્યાર સુધી વરદાન કેમ ન માગ્યું? અત્યારે જ, કે જ્યારે જ્યેષ્ઠાર્યનો રાજ્યાભિષેક થવાનો હતો, ત્યારે જ તેને વરદાન માગવાનું સૂઝયું? ખેર, પિતાએ તો ભરતને રાજ્ય આપી દીધું ને ભારત પણ કેવો કુલાંગાર? અહ, માતા-પુત્રે મળીને અયોધ્યાના ઉજ્જવલ ઇતિહાસ પર કાળો ધબ્બો લગાવી દીધો, પરંતુ હવે પિતાજીનું વચન તો જળવાઈ ગયું. હવે કોઈ ભય નથી. હું દુષ્ટ ભરત પાસેથી રાજ્ય છીનવી લઈશ અને રાજ્યસિંહાસન પર શ્રી રામને બિરાજિત કરીશ ત્યારે જ મારો ક્રોધ શાંત થશે અને મારા આત્માને શાંતિ મળશે.’ લક્ષ્મણજીના અંગેઅંગમાં ક્રોધ વ્યાપી ગયો હતો. દાસદાસીઓ લમણજીના સ્વભાવથી પરિચિત હતાં. લક્ષ્મણજીના મુખ પર તીવ્ર રોષ જોઈ સહુ કંપી ઊઠ્યાં અને કોઈ નવા અનિષ્ટ બનાવની શંકાથી ભયભીત બની ગયાં.
લક્ષ્મણજી અટ્ટાલિકામાં પડેલા ભદ્રાસન પર બેસી ગયા અને આકાશ તરફ દષ્ટિ માંડી, વિચારમાં ગરકાવ થઈ ગયા.
“માનો કે ભરતને રાજગાદી પરથી ઉઠાડી દઉં, તો પણ શ્રી રામ રાજગાદી સ્વીકારશે? તેઓ મહાસત્ત્વશાળી છે. તણખલાની જેમ રાજ્ય ત્યજી દઈ તેઓ ચાલી નીકળ્યા છે. તેઓ રાજ્ય નહીં સ્વીકારે, વળી પિતાજીને પણ દુઃખ થશે. પિતાજીને દુઃખ ન હ, ભરત ભલે રાજા હો, હું અહીં નહીં રહું. જ્યેષ્ઠાર્યની
For Private And Personal Use Only