________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૬
વરદાન માતાજી, મને આજ્ઞા આપો, હું આર્યપત્રની સાથે જઈશ.” સીતાએ પ્રાર્થના કરી. “વત્સ, તું આ શું બોલે છે?' કૌશલ્યાનો સ્વર ગદ્ગદ્ હતો.
આપ આશીર્વાદ આપો, આર્યપુત્ર દૂર નીકળી જશે.” “સીતા બેટી, જન્મથી માંડીને આજ દિન સુધી તેં જમીન પર પગ નથી મૂક્યો. ઉત્તમ વાહનોથી તારું શરીર ટેવાયું છે. તું પદવિહાર કેવી રીતે કરીશ? વળી કાંટા, કાંકરા અને જંગલની ભયાનકતા તું કેવી રીતે સહન કરીશ? મારો પુત્ર રામ તો નરસિંહ છે બેટી! એના માટે કંઈ દુષ્કર નથી. પરંતુ તારું સુકોમલ, કમલની પાંખડી જેવું શરીર, શીત-તાપનાં કષ્ટ કેવી રીતે ઉઠાવશે?” સીતાને માથે હાથ ફેરવતી કૌશલ્યા કહી રહી હતી. તે ક્ષણભર ગંભીર બની ગઈ. તેણે સીતાના મુખ પર પથરાયેલી દઢતા અને રામ-અનુસરણની તીવ્ર ઇચ્છા વાંચી, તેણે કહ્યું:
“તે છતાં પતિનું અનુસરણ કરતી તને હું રોકી શકતી નથી. તું સતી છો, તેથી પતિની છાયામાં રહેવા તારું મન તલસે છે તે હું જાણું છું બેટી, પરંતુ વનમાં કષ્ટોની કલ્પના પણ તને જવા દેવાની આજ્ઞા આપવા ઈન્કાર કરે છે.'
સીતા ઊભી થઈ; તેના મુખ ઉપરથી શોક દૂર થઈ ગયો. પ્રફુલ્લતા છવાઈ ગઈ. પુન: કૌશલ્યાને વંદના કરી, તે બોલી :
માતાજી! આપના પ્રત્યેની ભક્તિ નિશદિન મારા માર્ગમાં ક્ષેમકરી બનશે. હું આર્યપુત્રનું અનુસરણ કરીશ.'
સીતા ત્વરાથી મહેલ છોડી, રાજમાર્ગ પર આવી અને શ્રી રામને પહોંચી વળવા ઝડપથી તે ચાલવા લાગી.
નગરની સ્ત્રીઓ, રામની પાછળ સીતાને પણ વનવાસમાં જતી જોઈ ગદ્ગદ્ર થઈ ગઈ.
સીતાની પતિભક્તિ કેવી અદ્ભુત છે!” સીતાની પતિભક્તિનું આવું ઉદાહરણ આ પહેલું જ છે!'
પોતાના શીલ-સતીત્વ દ્વારા સીતા પોતાના માતૃકુલ અને શ્વસુરકુલ બંનેને ધન્ય બનાવી રહી છે...'
વનવાસનાં કષ્ટોનો એને ડર નથી!' ભિન્ન ભિન્ન શબ્દોમાં, કરુણ વાણીમાં નગરસ્ત્રીઓ બોલી રહી હતી. અને લાખ શુભેચ્છાઓ વરસાવી રહી હતી.
For Private And Personal Use Only