________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૪
વરદાન અને ભૂમિ પર પટકાઈ પડ્યા.. “રામ...રામ...” કરતાં દશરથની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. વારંવાર તે મૂછિત થઈ જવા લાગ્યા.
શ્રી રામ માતા અપરાજિતા પાસે ગયા અને માતાનાં ચરણોમાં વંદન કરી, તેમણે તેમના આશીર્વાદ માગ્યા.
માતાજી, જેવી રીતે હું તમારો પુત્ર છું, તેવી રીતે ભરત પણ તમારો જ પુત્ર છે. પોતાના વચનનું પાલન કરવા પિતાજીએ ભરતને રાજ્ય આપ્યું, પરંતુ ભરત રાજ્ય કઈ રીતે લે? જ્યાં સુધી હું અયોધ્યામાં છું, ભરત રાજ્ય ગ્રહણ નહીં કરે અને ત્યાં સુધી પિતાજીનું વચન સફળ ન બને, માટે મારે વનમાં જવું જોઈએ.”
રામ કર્થે જતા હતા, અપરાજિતા ધડકતે હૃદયે વિહ્વળ થઈને સાંભળ્યું જતી હતી.
માતાજી, ભરત પ્રત્યે તમે વિશેષરૂપે કૃપાદૃષ્ટિથી જોજો, એમાં જ રામનું દર્શન કરજો, પરંતુ ક્યારેય મારા વિયોગથી વિચલિત બની સ્ત્રી સાધારણ અધૂર્ય ધારણ ન કરશો.”
હવે કૌશલ્યા સહન ન કરી શકી. રામવિરહની કલ્પનાએ જ તેને તત્કાલ બેચેન બનાવી દીધી. તેના શ્વાસ ગરમ ગરમ ચાલવા લાગ્યા, તેનું હૃદય કંપવા લાગ્યું, તે મૂચ્છ ખાઈને જમીન પર પડી ગઈ. રામે તરત માતાને પકડી લઈ, જમીન પર સુવાડી દીધી. દાસીઓએ તરત શીતલ જલ લાવી કૌશલ્યા પર ધીરેધીરે સિચ્યું.. વીંઝણાથી વાયુ નાખ્યો. શ્રી રામ કોશલ્યાના માથે હાથ મૂકી નીચે બેસી ગયા. થોડી ક્ષણોમાં તેની મૂચ્છ ઊતરી ગઈ. મૂચ્છ ઊતરતાં જ તે બોલી:
કોણે મારી મૂર્છા દૂર કરી?, મૂચ્છ મારા માટે સારી હતી. સુખેથી હું મૃત્યુ પામત. જીવંત રહીને હું કેવી રીતે રામના વિરહનું દુઃખ સહન કરીશ? પુત્ર વનમાં જશે, પતિ નિવૃત્તિમાર્ગે જશે, અને આવી વાતો સાંભળી મારું હૃદય વિદીર્ણ કેમ નથી થઈ જતું? ખરેખર હૃદય નિષ્કર છે, વજય છે.'
કૌશલ્યા મોટા સ્વરે રડી પડી. બાજુમાં ઊભેલી દાસીઓની આંખો આંસથી ઊભરાઈ ગઈ. દૂર એક ખૂણામાં ઊભેલી સીતા પણ વારંવાર ઉત્તરીય વસ્ત્રથી આંખો સાફ કરતી હતી.
“માતા! મહારાજા દશરથની સહધર્મિણી, અયોધ્યાની સામ્રાજ્ઞી, તારે આ પ્રમાણે એક સાધારણ સ્ત્રીની જેમ વિલાપ કરવો શું ઉચિત છે? સિંહનો
For Private And Personal Use Only