________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ
પ૦૩ તાતપાદનો પુત્ર નથી? શું જ્યેષ્ઠાર્યનો અનુજ નથી? જ્યષ્ઠાય, મને રાજ્ય સ્વીકારવા વિવશ ન કરો.”
લક્ષ્મણજી તો ક્યારનાય અહીંથી ખસી ગયા હતા. તેમના સ્વભાવ અનુસાર આ બધી વાતો “ખટપટ' હતી, કે જેને તેઓ પસંદ કરતા ન હતા. કેકેયીની સ્થિતિ વિષમ બની ગઈ હતી. તેને કલ્પના પણ ન હતી કે ભારત આ રીતે રાજ્ય લેવાનો સાફ ઈન્કાર કરી દેશે. દશરથનું હૃદય વ્યથિત હતું. તેમને ખ્યાલ પણ ન હતો, કે આ રીતે સંયમ માર્ગે જવા પૂર્વ નવી જ પરિસ્થિતિ પેદા થઈ જશે.
સહુથી વિશેષ મૂંઝવણ શ્રી રામની હતી. એક બાજુ પિતાજી ભરતને રાજ્ય આપી ચૂક્યા હતા. કેકેયીને વરદાન આપી દીધું હતું. બીજી બાજુ ભરત રાજ્ય સ્વીકારવા જરાય તૈયાર ન હતો, એટલું જ નહીં, પિતાજીના સાથે જ ચારિત્રમાર્ગે જવા ઉત્સુક હતો. જ્યાં સુધી ભારત રાજ્ય ગ્રહણ ન કરે, પિતાજીનું વચન સફળ ન થાય, અને ત્યાં સુધી પિતાજી નિવૃત્તિમાર્ગે પણ ન જઈ શકે. ભરતના શબ્દો, ભારતનું હૃદય જોતાં હવે એને વિશેષ સમજાવવા જતાં વધારે આઘાત લાગે તેમ હતો. આવી માગણી કરવા બદલ કેકેયીને કંઈ પણ કહેવા જતાં કૈકેયીના અંતઃકરણને ઠેસ લાગે તેમ હતી. શ્રી રામ કોઈના પણ હૃદયને દુઃખી કર્યા વિના માર્ગ કાઢવા માગતા હતા. બસ, તેમણે એ વિચાર્યું કે “ભરત કેવી રીતે રાજ્ય ગ્રહણ કરે?' ખૂબ વિચારતાં તેમને સમજાયું કે “જ્યા સુધી અયોધ્યામાં મારી ઉપસ્થિતિ છે, ત્યાં સુધી ભારત રાજગાદી પર નહીં બેસે. કારણ કે તે મને પિતાતુલ્ય ગણે છે, મારા પ્રત્યે તેને નિઃસીમ સ્નેહ છે. લાખ ઉપાય કરવા છતાં એ મારી અયોધ્યામાં હયાતી હશે ત્યાં સુધી રાજ્ય ગ્રહણ નહીં કરે. હા, હું અહીંથી ખસી જાઉં, ચાલ્યો જાઉં, અયોધ્યાને છોડીને દૂર દૂર જાઉં, તો સંભવ છે કે ભારત રાજ્યને ગ્રહણ કરે.'
પિતાના વચનને સફળ બનાવવા માટે શ્રી રામે રાજ્ય પરનો પોતાનો હક્ક જતો કર્યો, એટલું જ નહીં પરંતુ અયોધ્યા છોડીને વનવાસ સ્વીકારવાનો દૃઢ. સંકલ્પ કર્યો. શા માટે? માત્ર પિતૃભક્તિ ખાતર!
“પિતાજી...” શ્રી રામ બોલ્યા, ‘જ્યાં સુધી હું અયોધ્યામાં છું ત્યાં સુધી ભરત રાજ્યનો સ્વીકાર નહિ કરે, એટલા માટે હું વનવાસમાં જઈશ.”
રામે દશરથનાં ચરણોમાં ભક્તિપૂર્વક વંદના કરી. અને ત્વરાથી ખંડની બહાર નીકળી ગયા. શ્રી રામના શબ્દો અને વનવાસગમન જોઈ ભરત પોકે પોકે રડી પડ્યો. તેનું હૈયું કરુણ આક્રંદ કરવા લાગ્યું. દશરથ મૂચ્છિત થઈ ગયા
For Private And Personal Use Only