________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૧
જૈન રામાયણ
પ્રેમ અને આદર ધરાવતા હતા, તેટલો જ પ્રેમ અને આદર કૈકેયી, સુમિત્રા અને સુપ્રભા પ્રત્યે પણ રાખતા હતા. કૈકેયીની એ પણ ધારણા હોઈ શકે કે પોતે રામને પાછળથી સાચી પરિસ્થિતિ સમજાવી રામના મનનું સમાધાન કરી દેશે કે કયા આશયથી ભરતને અયોધ્યાનો રાજા બનાવવા માટે તેણે દશરથ પાસે વરદાન માંગ્યું! વળી કૈકેયી એ પણ જાણતી હતી કે શ્રી રામને ભરત પ્રત્યે અત્યંત સ્નેહ છે. ભરતને રાજા બનો જોઈ રામનું હૃદય પ્રસન્ન થશે, નારાજ નહીં થાય.
અયોધ્યાપતિ મહારાજા દશરથની ધર્મપત્ની કૈકેયી એક સુશીલ, સંસ્કા૨ી અને સર્વ પુત્રો પ્રત્યે સમાન વાત્સલ્ય ધારણ કરનારી આદર્શ આર્યસન્નારી હતી. રામ પ્રત્યે એને દ્વેષ ન હતો. રામ પ્રત્યે તેને ઈર્ષ્યા ન હતી. અલબત્ત ભરત પ્રત્યે તેનું માતાસુલભ વાત્સલ્ય વિશેષ હતું અને હોય તે સ્વાભાવિક છે.
દશરથનો સંદેશ મળતાં જ રામ-લક્ષ્મણ આવી પહોંચ્યા. પિતાને પ્રણામ કરી, વિનયપૂર્વક ભૂમિ પર બેસી ગયા. તરત જ દશરથે રામને કહ્યું:
રામ, તારી માતાના સ્વયંવર સમયે, કૈકેયી સામે અંગુલીનિર્દેશ કરી કહ્યું: મેં એમના સારથિપણાથી સંતુષ્ટ થઈ વરદાન માગવા કહેલું. તેમણે તે વરદાન અવસરે માગવાનું કહી એ સમયે કંઈ માગેલું નહીં... આજે એણે વરદાન માગ્યું અને મેં આપી દીધું.'
દશરથનો સ્વર ભારે થતો જતો હતો,
‘યોગ્ય છે, પિતાજી. ઈક્ષ્વાકુકુલના રાજાઓનું વચન અપરિવર્તનીય હોય છે!' ‘તેણે માગ્યું, કે રાજ્ય ભરતને મળે, અને મેં આપી દીધું.’
‘બહુ સરસ! ઘણું જ સુંદર! પિતાજી...' રામ ઊભા થઈ ગયા અને દશરથનાં ચરણોમાં નમસ્કાર કર્યો.
‘પિતાજી! મારી માતાએ યોગ્ય વરદાન માંગ્યું છે. મહાન તેજસ્વી ભાઈ ભરત માટે રાજ્ય માંગીને માતાએ સુયોગ્ય પ્રશસ્ય વરદાન માગ્યું છે. મને ખુશી છે...’ રામના મુખ પર નિર્દ ખુશી અને પ્રસન્નતા આવી ગયાં. તેઓ
બોલ્યા:
‘પિતાજી, આપની મારા પર કૃપા છે. આપે મને આ વિષયમાં પૂછ્યું. પરંતુ લોકમાં મારી નિંદા થશે! મારો અવિનય પ્રગટ થશે, કે પિતા દશરથ રામને પૂછ્યા વગર ભરતને રાજ્ય ન આપી શક્યા.
For Private And Personal Use Only