________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરદાન
પ૦૨
નાથ, આપ સંતુષ્ટ થઈને એક રંકને પણ રાજા બનાવી શકો છો. આપ સર્વેસર્વા છો, નિષેધ કે અનુમતિ હું શું આપી શકું? હું તો આપનો અદનો સેવક છું, ચરણરજ છું, વળી તાત: ભરત એ હું જ છું. આપના માટે અમે બંને સમાન છીએ. આપ પરમ આનંદથી ભાઈ ભરતનો અયોધ્યાના સિંહાસન પર અભિષેક કરો.” રામના શબ્દોએ દશરથના હૃદયને પ્રેમથી ભરી દીધું. દશરથે રામને છાતી સરસો લગાવી, આનંદાશ્રુથી રામને ભીંજવી નાંખ્યા.
પુત્ર, તારું હૃદય સ્વચ્છ-પવિત્ર છે. તે જે કહ્યું, તે તારા માટે ઉચિત અને ગૌરવશાળી છે.'
ત્યાં ભરત ખંડમાં પ્રવેશ કર્યો. તેને આ વાતની ખબર પડી ગઈ હતી. તેના મુખ પર ગભરાટ હતો, દુ:ખ હતું, ગ્લાનિ હતી.
પિતાજી, આપની સાથે જ સંયમ સ્વીકારવાની પ્રાર્થના મેં પહેલાં કરી છે. હું એ નિશ્ચય પર દઢ છું. કોઈના કહેવાથી આપ મારા એ નિર્ણયને નહીં ફેરવી શકો.'
ભરત, મારી પ્રતિજ્ઞાને તું હેજે મિથ્યા ન કર. તારી માતાને હું વચન આપી ચૂક્યો છું. તારે વચન ખાતર...”
તાત, ક્ષમા કરો મને. હું કોઈ પણ સંયોગમાં રાજગાદી પર બેસવા તૈયાર
નથી.”
કૈકેયી મૌન ઊભી હતી. ભારતનું દુઃખ જોઈ કેકેયી મનમાં દુઃખી થઈ રહી હતી. દશરથ ગંભીર હતા, જ્યારે દશરથની વાતનો ભારતે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો, ત્યારે શ્રી રામ બોલ્યા:
ભરત, તારે રાજગાદી પર બેસવું છે, માટે તને રાજગાદી પર બેસવાનું નથી કહેવામાં આવતું, માત્ર પિતાજીનું વચન સત્ય કરવા માટે તારે રાજ્ય સ્વીકારવું જોઈએ.'
અત્યાર સુધી રોકી રાખેલો અશ્રુપ્રવાહ ખળખળ વહી નીકળ્યો. ભરત એક નાના બાળકની જેમ રડી પડ્યો. તેણે શ્રી રામના પગ પકડી લીધા. ગગ સ્વરે તે બોલ્યો :
તાતપાદ અને આર્યપાદ અને રાજ્ય આપે તે આપની મહાનતા છે. મહાન ઉદારતા છે. જો હું એ રાજ્ય લઉં તો મારી તેટલી જ અધમતા છે. શું હું
For Private And Personal Use Only