________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
પ૦૫ જાયો વનમાં એકાકી ભ્રમણ કરવા નીકળી પડે છે ત્યારે શું સિંહણ શોક-સંતાપ કરે છે?
રામ,” ડૂસકાં ભરતી કૌશલ્યા બોલી ઊઠી, “માતાના હૃદયની વેદના તું ન જાણે બેટા. તારા વિરહને સહન કરવાની શક્તિ મારામાં નથી.”
બીજો કોઈ ઉપાય નથી. માતા-પિતાજીના મહાન ઉપકારનું મહાન ઋણ અદા કરવાનો આ પ્રસંગ... જીવનમાં ક્યારેક મહાન આદર્શના જતન માટે માનવીય કામનાઓ, અભિલાષાઓ અને સુખોનો ત્યાગ કરવો આવશ્યક બની જાય છે. ભગવાન ઋષભદેવથી આર્યાવર્તમાં આ આદર્શ પ્રજાની સામે રહ્યો છે કે પોતાનાં મહાન કર્તવ્યોને બજાવવા માટે સર્વસ્વનો ત્યાગ કરવો પડે તો કરી દેવો. પિતા દશરથના વચનને સિદ્ધ કરવા માટે વનમાં જવું અનિવાર્ય છે અને આ અનિવાર્ય ફરજનું પાલન કરતાં મને માતાના આશીર્વાદ મળવા જોઈએ.”
શ્રી રામે પુનઃ અપરાજિતાનાં ચરણોમાં વંદના કરી અને સુમિત્રા પાસે ગયા. સુમિત્રાને વંદન કર્યા મૌન, ગંભીર અને ગદ્ગદ્ હૃદયે સુમિત્રાએ રામની શુભકામનાઓ કરી. રામ કૈકેયી પાસે પહોંચ્યા. કેકેયીની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. તે પલંગમાં પોતાનું મુખ છુપાવીને ડૂસકાં ભરી રહી હતી. દૂરથી જ શ્રી રામે કૈકેયીની સ્થિતિ જોઈ, વંદના કરી. કેકેયીની કામનાઓ સફળ બને તેવી ભાવના ભાવી, ત્યાંથી રામ સુપ્રભા પાસે ગયા. સુપ્રભાનાં ચરણોમાં શિર મૂકી વંદના કરી. સુપ્રભાએ ગ્લાનિપૂર્ણ મુખે શ્રી રામને વિદાય આપી.
રામ અયોધ્યાનો રાજમહેલ છોડી જ્યારે બહાર નીકળ્યા ત્યારે સેંકડો પ્રતિહારીઓ, દ્વારપાલો, દાસીઓ કરુણ સ્વરે રડી પડ્યાં. ગીતગાન, આનંદપ્રમોદ, હાસ્યવિલાપ, બધું જ સ્થગિત થઈ ગયું. રાજમાર્ગો પર લાખો નગરવાસીઓ આંખમાં આંસુ ભરી દોડી આવ્યા. વનવાસે જતા પોતાના પ્યારા શ્રી રામને જોઈ, એ દિવસે કોણ નહોતું રડવું? કોનું હૃદય દ્રવિત નહોતું થયું? શ્રી રામની પિતૃભક્તિ પર એ દિવસે કોણે લાખ લાખ અભિનંદન નહોતાં આપ્યાં? સહુ હાથ જોડીને, મસ્તક નમાવીને, મૌન રીતે શ્રી રામને વિદાય આપી રહ્યાં હતાં અને શ્રી રામની પાછળ ચાલવા લાગ્યાં હતાં.
રામ જ્યાં રાજમહેલમાંથી બહાર નીકળ્યા ત્યારે સીતાએ દૂરથી શ્રી દશરથને પ્રણામ કર્યા અને અપરાજિતા પાસે આવી, અપરાજિતાનાં ચરણોમાં ઢળી પડી. દુઃખી અપરાજિતા સીતાને જોઈ મુક્તકંઠે રડી પડી. સીતાને વળગી પડી. અપરાજિતા નાના બાળકની જેમ ડૂસકાં ભરવા લાગી.
For Private And Personal Use Only