________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૭.
જૈન રામાયણ મળ્યું, ખરેખર મારું ભાગ્ય ફર્યું છે. મહારાજાના હૃદયમાંથી મારું સ્થાન હઠી ગયું છે, હું અપમાનિત બની છું, અપમાનભરી સ્થિતિમાં જીવવાનો શો આનંદ છે? જીવનનો આનંદ સન્માનપૂર્વક જીવવામાં સમાયેલો છે. મારું સન્માન હણાઈ ગયું....” અપરાજિતાનું હૃદય ટુકડેટુકડા થઈ ગયું. તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેનું મન રોષે ભરાયું. જીવતર પર રોષે ભરાયો. તેણે જીવનનો અંત લાવી દેવાનો સાહસિક વિચાર કરી લીધો ને તરત જ અમલમાં મૂકવા અપરાજિતા પોતાના અંતર્ગહમાં દોડી ગઈ. તેણે રેશમી વસ્ત્રનો પાશ પોતાના ગળામાં નાખ્યો અને તેને કસવા લાગી. ત્યાં અચાનક મહારાજા દશરથ પોતે પધારી ગયા. અપરાજિતા સદભાગ્યે અંતગૃહનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી. દશરથે અંદરનું દૃશ્ય જોયું. તેમનો ચહેરો સફેદ પડી ગયો, ભયથી તેમની આંખો પહોળી થઈ ગઈ. તેઓ ઘડ્યા અને અપરાજિતાના ગળામાંથી વસ્ત્ર દૂર કર્યું. અપરાજિતાને સ્નેહથી પોતાના બે હાથે પકડી, પોતાની પાસે ભદ્રાસન પર બેસાડી. દશરથે શોકાકુલ સ્વરે પૂછયુંઃ
“મનસ્વિની! શા માટે આવું દુઃસાહસ?” અપરાજિતા પોતાના બે હાથમાં માથું પકડી રડી પડી. દશરથે તેના માથે હાથ ફેરવતાં કહ્યું:
દેવી, શું મારા દ્વારા કોઈ અપમાન થયું છે?' દશરથની આંખો સજળ હતી. જિનસ્નાત્ર-જલ આપે દરેક રાણીને જુદું જુદું મોકલ્યું, મને નહીં...' ત્યાં જ વૃદ્ધ કંચુકીએ પ્રવેશ કર્યો. મહાદેવી! મહારાજાએ આપના માટે આ શાંતિજલ મોકલ્યું છે.” તરત જ દશરથે શાન્તિજલનો કળશ પોતાના હાથમાં લઈ લીધો અને શાન્તિલથી અપરાજિતાના માથે અભિસિંચન કર્યું. અપરાજિતાનું મન પ્રસન્ન બની ગયું. તેને પોતાના અધૂર્ય પર પશ્ચાત્તાપ થયો. દશરથે કંચુકીને પૂછ્યું:
આટલો વિલંબ રસ્તામાં કેમ થયો?' “સ્વામિનું, હવે આ દેહનું માળખું ખખડી ગયું છે. કોઈપણ કામ કરવા માટે સમર્થ નથી, વૃદ્ધાવસ્થાએ મારી કાર્યશક્તિને હણી નાખી છે.'
દશરથે કંકીની કાયા તરફ જોયું. કાયા કંપી રહી હતી. શરીરની રોમરાજી સફેદ થઈ ગઈ હતી. ભ્રમરના શ્વેતકેશથી આંખો ઢંકાઈ ગઈ હતી, માંસ સુકાઈ ગયું હતું અને હાડકાં બહાર ઊપસી આવ્યાં હતાં. એક એક પગલું ભરતાં તે ખલના પામર્તા હતો. દશરથ જોઈ જ રહ્યા. કંચુકી પ્રણામ કરીને ધીરે ધીરે જઈ રહ્યો હતો.
For Private And Personal Use Only