________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૦
ભેદ ખૂલે છે ભામંડલે કેટલાય દિવસથી ભોજનનો ત્યાગ કરી દીધો હતો. અકલો પોતાના શયનગૃહમાં રહેવા લાગ્યો. મિત્રો સાથે બોલવાનું ત્યજી દીધું, ફરવાનું છોડી દીધું. દિનપ્રતિદિન તે મોત તરફ દોડી રહ્યો હતો. તેના મુખ પર સફેદાઈ પથરાવા માંડી હતી. તેનું માંસલ શરીર સુકાઈ જવા માંડ્યું હતું. તેની કમળ જેવી આંખો કરમાઈ ગઈ હતી. સ્નાન, સુંદર વસ્ત્રો, કીમતી અલંકારો બધું તેણે ત્યજી દીધું હતું.
ચન્દ્રગતિ ભામંડલની ભયંકર પરિસ્થિતિ જોઈ ખૂબ દુઃખી હતા. તેમણે ભામંડલને સીતાની આશા છોડી દઈ, બીજી રાજ કુમારી સાથે વિવાહ કરી લેવા સમજાવ્યો. પરંતુ તેના મનમાંથી સીતા એક ક્ષણ માટે પણ દૂર થતી ન હતી.
ભામંડલ, સીતા હવે પરાઈ બની ચૂકી છે. તેનો નિર્ણય ધનુષ્યના અધિષ્ઠાયક દેવો દ્વારા જ થયો છે. જો સીતા સાથે તારો સંબંધ થવાનો હતો તો અધિષ્ઠાયક દેવો ધનુષ્યને ઉઠાવી લેવા તને અનુમતિ આપત, પરંતુ તેમ ન બન્યું, કારણ કે સીતાનો સંબંધ રામ સાથે જ થવો જરૂરી હશે. હવે તું સીતાની આશા છોડી દે. તેનો વિચાર પણ ત્યજી દે. વળી હવે સીતાનું અપહરણ કરવું તે અન્યાયપૂર્ણ છે. કદાચ તે અન્યાયથી થનારી અપર્તિને સહન કરીને પણ સીતાનું અપહરણ કરવાનું સરળ નથી. શ્રી રામ અને લક્ષ્મણ અજેય છે. તેમનું અતુલ બળ સ્વયંવરમંડપમાં જ આપણે જોયું છે.'
આવી અનેક વાતો અનેક વાર ભામંડલને કહેવા છતાં ભામંડલની અશાંતિ દૂર ન થઈ, ત્યારે ચન્દ્રગતિએ કોઈ તીર્થયાત્રાએ ભામંડલને લઈ જવાનો નિર્ણય કર્યો. બીજા સ્નેહી વિદ્યાધર રાજાઓને પણ તીર્થયાત્રામાં સાથે ચાલવા આમંત્રણ આપ્યું. અનેક વિદ્યાધર રાજકુમાર અને રાજકુમારીઓને પણ ચન્દ્રગતિએ સાથે લીધાં. વિમાનોના કાફલા સાથે ચન્દ્રગતિએ “રથાવર્ત ગિરિ તરફ પ્રયાણ
કર્યું.
રથાવર્ત પર્વત પર પરમાત્મા જિનેશ્વરદેવની ભક્તિ કરી, કેટલોક સમય ત્યાંના સૌન્દર્ય ભરપૂર પ્રદેશમાં વ્યતીત કયો. ભામંડલના મનનું પરિવર્તન થાય છે કે નહિ, પ્રતિદિન ચન્દ્રગતિ એ વાતનું ધ્યાન રાખતા; પરંતુ નિરાશા, ભામંડલની સ્થિતિ જેવી વૈતાઢ્ય પર્વત પર હતી તેવી જ રથાર્વત પર્વત પર રહી. એવું જ એનું મૌન. ઉદાસી, ખેદ...નિ:શ્વાસ અને આહ! ચન્દ્રગતિનું ચિત્ત ખિન્ન થઈ ગયું. અનેક વિદ્યાધર રાજાઓએ ભામંડલના ચિત્તને પ્રસન્ન કરવા પ્રયત્ન કર્યા. અનેક વિદ્યાધર કુમાર-કુમારીઓએ એના ચિત્તને આનંદિત કરવા ચેષ્ટાઓ કરી, પરંતુ કોઈને સફળતા ન મળી; તે ન જ મળી.
For Private And Personal Use Only