________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભેદ ખૂલે છે અપહરણ થયું હતું, એ જ આ મારો સહોદર છે.” સીતા આનંદથી પુલકિત બની ગઈ. સીતાએ ભામંડલને આશિષ આપી.
ભામંડલ શ્રી રામની તરફ વળ્યો. તેણે શ્રી રામનાં ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દીધું. શ્રી રામે તરત જ ભામંડલને પોતાના બાહુમાં ભરી લીધો અને અતીત સૌહાર્દથી ભામંડલને ભેટી પડ્યા.
ચન્દ્રગતિની પ્રસન્નતાનો પાર ન હતો. ભામંડલના ભેદનું નિરાકરણ એના વિષાદને દૂર કરનારું બન્યું, તેથી ચન્દ્રગતિના હૃદયને સંતોષ થયો. પરંતુ જન્મજન્માંતરની કથા સાંભળીને સંસારની વિચિત્ર અને હૃદયદ્રાવક સ્થિતિ સાંભળીને ચન્દ્રગતિનું મન વૈરાગી બની ગયું. ચન્દ્રગતિએ વિદ્યાધર મહામંત્રીને આજ્ઞા કરી.
‘તમે મિથિલા જાઓ અને તરત જ મહારાજા જનકને સપરિવાર અહીં લઈ આવો, જેથી ભામંડલને તેના માતાપિતાનું મિલન થઈ જાય.”
મહામંત્રી વિમાન લઈને તરત મિથિલા પહોંચ્યા અને જનક-વિદેહાને લઈને વિના વિલંબે અયોધ્યા આવી ગયા. ચન્દ્રગતિ અને દશરથે જનકનું સ્વાગત કર્યું અને ભામંડલનો જે વૃત્તાંત પૂજ્ય ગુરુદેવે બતાવ્યો હતો તે કહી સંભળાવ્યો. જનક-વિદેહા ભામંડલને જોઈ રહ્યાં. વિદેહાના હૃદયમાં પુત્રસ્નેહનું વાત્સલ્ય છલકાયું અને તેની છાતીમાંથી દૂધની ધારા છૂટી પડી.
ભામંડલે આવી જનક-વિદેહાનાં ચરણોમાં વંદના કરી. વિદેહા ભામંડલને પોતાના ઉત્કંગમાં લઈ વારંવાર આલિંગન દઈ કૃતાર્થતા અનુભવવા લાગી. જનકે ભામંડલને પોતાના બાહુપાશમાં જકડી લીધો અને સ્નેહનાં આંસુથી તેના માથે અભિષેક કર્યો.
જનક-વિદેહાને પોતાનો ખોવાયેલો પુત્ર મળી ગય. સીતાને પોતાનો સહોદર મળી ગયો. ભામંડલની મનોવ્યથાનો અંત આવી ગયો.
સહુનાં હૃદય આનંદથી નાચતાં જોઈ ચન્દ્રગતિના મનને સંતોષ થયો. સંસારવાસ પ્રત્યે તેનું ચિત્ત ઉદ્વિગ્ન બન્યું. રથનૂપુરની રાજગાદી પર ભામંડલનો અભિષેક કરવાનું સૂચન કરી ચન્દ્રગતિ-પુષ્પાવતીએ સત્યભૂતિ મહાત્માનાં ચરણમાં ચારિત્ર અંગીકાર કરી લીધું.
૦ ૦ ૦
For Private And Personal Use Only