________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८४
દશરથ-વૈરાગ્ય શ્રાવક જીવન જીવ્યા અને પુનઃ દેવલોકમાં ગયા. દેવલોકમાંથી વૈતાઢય પર્વત પર, શશિપુરનગરમાં આવ્યા.
વિદ્યાધર રાજા રત્નમાલીના રાણી વિદ્યુલ્લતાની કુષિએ તમે સૂર્યજય નામે રાજકુમાર થયા.
દશરથ! અહીં બેઠેલા એક તમારા સ્નેહીને પણ સંબંધ આ ભવથી શરૂ થાય છે
વિદ્યાધરેન્દ્ર રાજા રત્નમાલીને સમાચાર મળ્યા કે સિંહપુરનો વિદ્યાધર રાજા વજનયન ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યો છે. તરત જ રત્નમાલીએ સિંહપુર ઉપર આક્રમણ કરી દીધું. વજનયને સિંહપુરના દરવાજા બંધ કરી દીધા અને કિલ્લા પરથી યુદ્ધ કરવા લાગ્યો. કેટલાય દિવસો વીતી ગયા. રત્નમાલી ચિડાઈ ગયો. તેણે દરવાજા તોડી નાંખી નગરમાં પ્રવેશ કરી, સમગ્ર નગરને આગ લગાડી દેવા હુકમ કરી દીધો.
સૈનિકોએ અપૂર્વ સાહસથી નગરના દરવાજા તોડી નગરમાં પ્રવેશ કર્યો; અને ઠેરઠેર આગ ચાંપવી શરૂ કરી. નગરમાં હાહાકાર વર્તાઈ ગયો. બાલ, યુવાન, વૃદ્ધ, સ્ત્રી અને પુરુષો, પશુઓ ને પક્ષીઓ ભડકે બળવા લાગ્યાં.
ત્યાં આકાશમાર્ગે એક દિવ્ય પ્રકાશ થયો. એ દિવ્ય પ્રકાશમાંથી એક દેવ પ્રગટ થયો. દેવ રત્નમાલીની સામે આવી બોલ્યોઃ
મહાનુભાવ રત્નમાલી, તું આ રૌદ્ર પાપ તત્કાલ બંધ કરી દે. જો તારી સળગાવેલી આગમાં મનુષ્યો, પશુઓ, પંખીઓ કારમાં હાહાકાર કરતાં બળી રહ્યાં છે. એક ઘોર પાપનું ફળ તો તું ભોગવી ચૂક્યો છે, શા માટે પુનઃ આવું ઘોર કૃત્ય કરી તારા આત્માને નરકનો મહેમાન બનાવે છે?'
તું ભૂરિનંદન નામનો રાજા હતો. તું માંસભક્ષી હતો. એક દિવસ કોઈ મહાત્માના ઉપદેશથી તેં માંસભક્ષણ ત્યજી દીધું. પરંતુ ઉપમન્યુ નામના તારા પુરોહિતે તને પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ કર્યો અને તું પુનઃ માંસભક્ષણ કરવા લાગ્યો.
સ્કંદ નામના એક પુરુષે તારા પુરોહિતની હત્યા કરી. પુરોહિત મારીને હાથી થયો, તેં એ હાથીને તારી હસ્તીશાળામાં પકડી મંગાવ્યો. એક વાર યુદ્ધમાં એ હાથી માર્યો ગયો, તે મરીને તારી જ રાણી ગંધારાની કુક્ષિએ પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેનું નામ અરિસુદન પાડવામાં આવ્યું. યૌવનમાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે પ્રવજ્યા સ્વીકારી, અને મૃત્યુ પામી તે દેવ થયો! હે રત્નમાલી, તે દેવ હું પોતે છું.
For Private And Personal Use Only