________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭. દશરથ-વૈરાગ્ય
કૃપાવંત, મારા પૂર્વભવોનો વૃતાંત પણ મને કહેવા કૃપા ન કરો?” મહારાજા દશરથે સત્યભૂતિ અણગારને પ્રાર્થના કરી. મહારાજા ચન્દ્રગતિ અણગાર બની ગયા હતા. ભામંડલ પોતાના પરિવાર સાથે રથનૂપુર ચાલ્યો ગયો હતો. જનક અને વિદેહા શ્રી દશરથના આગ્રહથી અયોધ્યામાં રોકાયાં હતાં, સત્યભૂતિ અણગાર પણ થોડા દિવસની સ્થિરતા કરી રહ્યા હતા. અયોધ્યાના નરનારીઓની ખૂબ ભીડ જામેલી રહેતી.
એક દિવસ જ્યારે મહારાજા દશરથે પોતાના પૂર્વભવો જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી, ત્યાર સત્યભૂતિ અાગારે ભૂતકાળના અંધકારમય પ્રદેશ પર અવધિજ્ઞાનનો પ્રકાશ ફેક્યો અને ભૂતકાળ પ્રકાશપુંજથી સુસ્પષ્ટ બની ગયો.
‘રાજન, સોનાપુરનગરથી તમારા પૂર્વભવનો ઇતિહાસ શરૂ કરું છું. પૂર્વના અનંતભવોને કહેતાં પાર ન આવે!
સોનાપુરમાં “ભાવન' નામનું સર્જન વણિક રહેતો હતો. તેની પત્નીનું નામ “દીપિકા' હતું. તેમની એકની એક પુત્રી ઉપાસ્તિ' હતી. ઉપાસ્તિ તરીકે તમારો જ જીવ હતો, દશરથ!
ઉપાસ્તિ જ્યારથી સમજમાં આવી, સાધુઓની શત્રુ બની ગઈ! સાધુને જુએ ને તેના હૃદયમાં વેષ જાગે. તેનો આ સ્વભાવ જિંદગીના છેડા સુધી રહ્યો. એ સ્વભાવ લઈને તે મરી... રાજન! તેણે પશુ... પક્ષી કીડા વગેરેના સેંકડો ભવ કર્યા. વિવિધ દુ:ખ ભોગવ્યાં. એ દુ:ખના અગ્નિમાં જ્યારે પેલું સાધુ-દ્વેષથી ઉપાર્જેલું પાપ બળી ગયું ત્યારે તેનો જન્મ ચન્દ્રપુરમાં થયો.
ચન્દ્રપુરમાં ધન સાર્થવાહની પત્ની સુંદરીએ તેને જન્મ આપ્યો; તેનું નામ “વરુણે પાડવામાં આવ્યું. દશરથ, આ તમારો બીજો ભવ કહેવાય. આ વરુણના ભવમાં તમે સાધુઓ પ્રત્યે સદૂભાવભર્યું વર્તન કર્યું. નિરંતર શ્રદ્ધાપૂર્વક દાનધર્મનું પાલન કર્યું. સાધુસદ્દભાવના સંસ્કાર દૃઢ પડી ગયા, અને મૃત્યુ થયું.
ધાતકી ખંડમાં ઉત્તરકુપ્રદેશમાં “યુગલિક' મનુષ્ય તરીકે જન્મ્યા. ત્યાંથી મૃત્યુ પામી દેવલોકમાં ગયા... દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં પુષ્કલાવતી વિજયમાં પુષ્કલાનગરીમાં રાજપુત્ર તરીકે તમારો જન્મ થયો.
નન્દિઘોષ રાજા અને પૃથ્વીદેવી રાણીના પુત્ર નન્દિવર્ધન તરીકે તમે ઉચ્ચ
For Private And Personal Use Only