________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૯૧ એક દિવસ ચન્દ્રગતિએ પુનઃ રથનૂપુર જવા આદેશ કર્યો અને વિમાનો રથનૂપુર તરફ ગતિશીલ બન્યાં. ચન્દ્રગતિ ગંભીર હતા. તેમની દૃષ્ટિ પૃથ્વી પર પથરાયેલાં નગરો પર હતી. વિમાનો અયોધ્યાની સીમમાં આવી પહોંચ્યાં. ચન્દ્રગતિએ અયોધ્યાને ઓળખ્યું. અયોધ્યાની બહાર ઉદ્યાનમાં હજારો સ્ત્રીપુરુષોને એકઠાં થયેલાં તેણે જોયાં. વિમાનોનું ઉચ્ચન નીચેથી કરવામાં આવ્યું. ચન્દ્રગતિએ મહાત્મા સત્યભૂતિને સમવસરેલા જોયા. તેમણે આજ્ઞા કરી.
વિમાન અયોધ્યાના સીમાડામાં ઉતારો.” વિમાનોનો કાફલો નીચે ઊતર્યો. ચન્દ્રગતિ ભામંડલને લઈને સહુથી આગળ ચાલ્યા. સમગ્ર પરિવાર તેમની પાછળ આવવા લાગ્યો. મહાત્મા સત્યભૂતિનાં ચરણોમાં વંદન કરી, ચગતિએ અગ્રસ્થાને આસન લીધું.
જ્ઞાની ગુરુવરે જ્ઞાનના પ્રકાશમાં ચન્દ્રગતિના પરિવારની પરિસ્થિતિ જાણી લીધી. ભામંડલના સીતા અભિલાષાથી સંતપ્ત હૃદયને તેમણે જોયું, તેઓશ્રીએ દેશનાના પ્રવાહને એ દિશામાં પ્રવાહિત કર્યો.
તેઓશ્રીએ ચન્દ્રગતિના અને પુષ્પાવતીના પૂર્વભવો પર પ્રકાશ પાથર્યો. તેઓશ્રીએ સીતા અને ભામંડલના પૂર્વભવોના સંબંધનું યથાર્થ વર્ણન કર્યું, એટલું જ નહીં, આ ભવમાં વિદેહાની કુક્ષિએ ભામંડલ-સીતાનું યુગલપણે. જન્મવું; પિંગલ-દવ દ્વારા ભામંડલનું અપહરણ થવું, નારદજીનું સીતાના આવાસમાં આગમન થવું, સીતાનો ભય, સખીઓ અને રક્ષકો દ્વારા નારદજીની પિટાઈ.... નારદજીનું વૈતાઢ્ય પર રથનૂપુરમાં ગમન, અપમાનનો બદલો લેવાનો સંકલ્પ.... ચિત્રનું સર્જન અને ભામંડલને સમર્પણ. જનકનું અપહરણ વગેરે ઘટનાઓને જ્ઞાની ભગવંતે યથાસ્થિત બતાવી દીધી.
પોતાના પૂર્વભવોનો વૃત્તાંત સાંભળી ભામંડલ મૂચ્છિત થઈ ગયો. ભૂમિ પર ફસડાઈ પડ્યો... જ્યારે તેની મૂચ્છ ઊતરી. ત્યારે તેને જાતિસ્મરણશાન થઈ ગયું હતું. તેણે પોતાના પૂર્વભવોને જોયા. સત્યભૂતિ મહાત્માએ કહેલી વાતો બરાબર મળી આવી.
પ્રભો, જે પ્રમાણે આપે મારા ભવોનો વૃત્તાંત બતાવ્યો, તે યથાર્થ છે. હું પણ તે જોઈ રહ્યો છું.” ભામંડલે સત્યભૂતિનાં ચરણોમાં વંદના કરી.
ભામંડલે આજે જાણ્યું કે જેના રૂપ-સૌંદર્ય પાછળ તે મોહિત થઈ ગયો હતો તે સીતા તેની બહેન હતી. તે સીતાની નિકટ ગયો અને સીતાને પ્રણામ કર્યા. સીતા પોતાના ભાઈને અનિમેષ નયને જોઈ રહી. “જન્મતાંની સાથે જ જેનું
For Private And Personal Use Only