________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૮૫ ઈસ્વાકુકુલની લાજ છો, દશરથ-કુલના શણગાર છો. ગુણોની સાક્ષાત મૂર્તિ છો. બસ, મારી તમને એક જ પ્રાર્થના છે. મારી પુત્રીનાં તન-મન તમને સમર્પિત છે. એના કેળથી વિશેષ કોમળ તનને કષ્ટ ન પહોંચે અને એના મુલાયમ મનને જરાય ઠોકર ન વાગી જાય. બસ! ભગવાન ઋષભદેવ તમારું કલ્યાણ કરો.”
શ્રી રામે વિદેહાને પ્રણામ કર્યા અને તે રથારૂઢ થયા. પાછળ સીતાએ રથમાં આરોહણ કર્યું અને શ્રી રામની સાથે બેસી ગઈ. બીજા રથમાં શ્રી લક્ષ્મણ આરૂઢ થયા અને અઢાર વિદ્યાધર કન્યાઓ બેસી ગઈ. ત્રીજા રથમાં ભરત અને ભદ્રા બેઠાં.
સહુથી આગળ મહારાજા દશરથનો રથ ગતિશીલ થયો. તેમની પાછળ અયોધ્યાનું મંત્રીમંડળ અને પરિવાર ચાલ્યો. તેની પાછળ રામ-લક્ષ્મણ અને ભરતના રથો ચાલવા લાગ્યા. સહુની પાછળ મિથિલાના સેનાપતિ વિશેષ અશ્વદળ સાથે ચાલ્યા.
રથ દેખાતા બંધ થયા. વિદેહા ફરુણ રુદન કરતી ભૂમિ પર પટકાઈ પડી. ઊભા ઊભા જનક હૃદયમાંથી ઊછળતા વેદના-પ્રવાહને રોકવાનો મિથ્યા પ્રયત્ન કરી રહ્યા હતા. વિદેહાની મૂર્છા સાથે તેમનું ધૈર્ય તૂટી ગયું અને ખુલ્લું મુખે તે રડી પડ્યા.
૦
૦
૦
For Private And Personal Use Only