________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ પS. ભેદ ખૂલે છે ,
મહારાજા દશરથ, પુત્રો અને પુત્રવધૂઓને લઈ અયોધ્યા પધાર્યા. અયોધ્યાનાં નગરજનોએ મહાન આનંદોત્સવ ઊજવ્યો.
સમયનો પ્રવાહ અમ્મલિત ગતિએ વહી રહ્યો છે. સુર્ય ઊગે છે અને આથમે છે, વર્તમાન અતીતમાં ડૂબી જાય છે, ભવિષ્ય વર્તમાનરૂપે પ્રગટ થાય છે. અનંતકાળથી આ ક્રમ ચાલી રહ્યો છે. અનંતકાળ પર્યન્ત તે ચાલ્યા કરવાનો છે. જેમ કાળ અનાદિ-અનંત છે, આત્મા પણ અનાદિઅનંત છે. બન્નેનું અસ્તિત્વ સમાન છે.
દશરથનું યૌવન પૂર્ણ થયું હતું. પ્રૌઢાવસ્થા પણ પૂર્ણ થવા આવી હતી. જીવનનો દીર્ધકાળ અતીતના સંભારણારૂપે બની ગયો હતો. ભવિષ્યનાં સ્વપ્નો ઘણાં ઓછાં રહી ગયા હતાં, માત્ર એક સ્વપ્ન અવશિષ્ટ હતું!
એક દિવસે પરમાત્મા જિનેશ્વરદેવના દેવાલયમાં મહારાજાએ એક ઉત્સવનું નિર્માણ કર્યું. ઉત્સવના વિશિષ્ટ કાર્યક્રમ તરીકે “શાંતિસ્નાત્રાનું આયોજન કર્યું. મહારાજા પોતે શાંતિસ્નાત્રની પવિત્ર ક્રિયામાં ઉપસ્થિત રહ્યા અને પરમાત્માની દ્રવ્ય-ભાવ ભક્તિ કરી આત્માને આનંદથી ભરી દીધો. શાંતિસ્નાત્ર પૂર્ણ થયું. શાંતિસ્નાત્રનું જલ લઈ ભકતજનોએ શ્રદ્ધાપૂર્વક મસ્તકે ચઢાવ્યું.
મહારાજા દશરથે ચાર સુવર્ણકળશ મંગાવ્યા. ચારેયમાં શાંતિજલ ભર્યું અને તેમાંથી પ્રથમ કળશ લઈ, પટરાણી અપરાજિતામા (કૌશલ્યા)ને મોકલવા માટે કંચુકીને આપ્યો કે જે અંતઃપુરમાં વરિષ્ઠ અધિકારી હતો. બીજા ત્રણ કળશો ત્રણ દાસીઓને આપવામાં આવ્યા કે જે સુમિત્રા, કેકેથી અને સુપ્રભાને પહોંચાડવાના હતા.
ત્રણ દાસીઓ યુવાન હતી. કળશ લઈને ઝડપથી તે રાણીઓ પાસે પહોંચી ગઈ. સુમિત્રા, કૈકેયી અને સુપ્રભાએ બહુમાનપૂર્વક શાંતિજલને મસ્તકે ચઢાવ્યું અને કૃતાર્થતા અનુભવી.
મહારાણી અપરાજિતાએ જોયું કે શાંતિજલ પોતાની બહેનો પાસે પહોંચી ગયું, પોતાની પાસે ન આવ્યું. તેના ચિત્તમાં માનવસહજ વિચારોની આંધી ચઢી આવી. “શું મહારાજાની સ્મૃતિમાંથી હું નીકળી ગઈ? ત્રણ રાણીઓની સાથે શું હું તેમને યાદ ન આવી? વાસ્તવમાં તો શાંતિજલ સર્વ પ્રથમ મને મળવું જોઈતું હતું... અરે, પ્રથમ નહિ તો સહુની સાથે તો મળવું જ જોઈએ ને? પણ ન
For Private And Personal Use Only