________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८४
સીતા-સ્વયંવર આજે શ્રી રામનો સીતા સાથે વિવાહ હતો. મિથિલા અયોધ્યાનો સંબંધ ઘનિષ્ઠ બની રહ્યો હતો. મિથિલા અને અયોધ્યાની સંસ્કૃતિનો સંગમ થઈ રહ્યો હતો.
રામ-સીતાના વિવાહ સાથે લક્ષ્મણનો અઢાર વિદ્યાધર કન્યાઓ સાથે વિવાહ થઈ ગયો. જનકના લઘુભ્રાતા કનકે ભારત સાથે પોતાની પુત્રી ભદ્રાનો વિવાહ કર્યો.
જનકના અતિ આગ્રહથી વિવાહ પછી પણ દશરથ કેટલોક કાળ મિથિલામાં રોકાયા. છેવટે જવાનું તો હતું જ! દશરથ-પરિવાર સાથે જનક પરિવાર એવો હળીમળી ગયો હતો કે જ્યારે જ્યારે દશરથ અયોધ્યા જવાની વાત કાઢતા, ત્યારે જનક-પરિવારને કાંટાની જેમ ખૂંચતી અને આંખો આંસુભીની બની જતી.
છેવટે પુત્રીને વિદાય આપવાનો અવસર આવી જ લાગ્યો. જનકના મુખ પર ઉદાસીનતા છવાઈ ગઈ. વિદેહાની આંખો વારંવાર આંસુથી છલકાઈ જવા લાગી. દાસ-દાસીઓ અને સખીઓ સીતાની આસપાસ ઘેરાઈ ગઈ અને રોવા લાગી. સીતાનો કંઠ રુંધાઈ ગયો. એ કંઈ બોલી ન શકી. વિદેહાએ સીતાને છાતી સાથે લગાવી, તેના માથે આંસુનો વરસાદ વરસાવી દીધો. સીતાનાં આંસુથી વિદેહાનું વક્ષ:સ્થળ ભીંજાઈ ગયું. ગદ્ગદ્ સ્વરે વિદેહા બોલી, “બેટી, તું મારી એકની એક પુત્રી છો, પ્રાણથી અધિક પ્રિય છો. તું આજે જાય છે. તારા પિતાના સ્થાને મહારાજા દશરથને સમજજે. મારા સ્થાને દેવી અપરાજિતાને સમજજે. તારે મન સર્વસ્વ શ્રી રામને રાખજે. પતિના સુખે સુખ અને દુઃખ દુઃખ એ આર્યનારીના ગુણને અનુસરજે. વિશેષ તને શું કહ્યું? તું સુશીલ છે. મારા અને તારા પિતાના કુળની તું શોભા છે.. બેટી, તું જ્યાં જાય, એક ગુલાબની કળીની જેમ સુવાસ પાથરશે. ભગવાન જિનેશ્વરદેવને અને શીલને પ્રાણથી પણ વિશેષ માનજે.'
આજ દિન સુધી સીતાએ દુઃખ શી ચીજ છે, તે અનુભવ્યું ન હતું. આજે તેને સમજાયું. અનુભવથી સમજાયું કે વિયોગનું દુઃખ. પ્રિયજનોના વિયોગનું દુ:ખ કેવું કારમું, અસહ્ય અને ભારે હોય છે. આજ દિન સુધી માતાપિતાના ઘેર સીતાને માત્ર સુખ, આનંદ, પ્રેમ, સ્નેહ અને મમતા જ મળ્યાં હતાં. જીવનનો સંઘર્ષ શી વસ્તુ છે તેનો અનુભવ તેને મળ્યો ન હતો. | વિદેહાએ શ્રી રામના માથે હાથ મૂક્યો અને વારંવાર માથું સુંધી, વિદેહાએ ખૂબ પ્રેમ-સ્નેહનું દાન કર્યું અને કહ્યું: “હે પરાક્રમી, તમને હું શું કહું? તમે
For Private And Personal Use Only