________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ
૪૬૯ કલાકારની અદાથી તેમણે કાષ્ટફલકને ઉઠાવ્યું. ઘડીકમાં નજીકથી તો ઘડીકમાં દૂરથી ચિત્રને જોઈ તેની પરિપૂર્ણતાનો નિર્ણય કરી, એક રેશમી વસ્ત્રમાં કાષ્ટફલકને આવરી લીધું.
ત્યાં વનપાલકે નારદજીની પર્ણકુટિરમાં પ્રવેશ કર્યો. નારદજી એકદમ ઊભા થઈ ગયા અને વનપાલકને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા.
“દેવર્ષિ! એક નિવેદન કરવા આવ્યો છું.”
કહે.”
‘ઉદ્યાનમાં મહારાજકુમાર ભામંડલ પધાર્યા છે. જો આપની આજ્ઞા હોય તો આપની ઉપસ્થિતિની વાત તેમને કરું.”
“બહુ સરસ દોસ્ત! નારદજી ઊછળી પડ્યા. તેમને પોતાની યોજના પાર પડતી દેખાઈ. વનપાલક નારદજીના હર્ષોન્માદનું કારણ ન સમજી શક્ય. પરંતુ એવા વિચાર કરવાનું માંડી વાળી એ સીધો ભામંડલ પાસે પહોંચ્યો.
મહારાજ કુમાર! આપને એક શુભ સમાચાર!”
દેવર્ષિ નારદ રથનપુરના ઉદ્યાનને પાવન કરી રહ્યાા છે!' “ક્યાં છે?” પધારો.” આગળ વનપાલક અને પાછળ ભામંડલ. ભામંડલને એ જાણવા મળેલું કે નારદજી વિશ્વભ્રમણ કરતા રહે છે. તેમની પાસે વિશ્વની અજાયબ વાતોનો ભંડાર હોય છે. આજે પ્રત્યક્ષ નારદજીનાં દર્શન પ્રાપ્ત થવાથી ભામંડલને હર્ષ થયો.
નારદજીએ સીતાના ચિત્રને એવી જગાએ પર્ણકુટિરમાં રાખ્યું કે જેથી ભામંડલની દૃષ્ટિપથમાં આવતાં વાર ન લાગે.
‘દેવર્ષિનાં પાવન ચરણોમાં પ્રણામ..” ભામંડલે બે હાથ જોડી, મસ્તક નમાવી પર્ણકુટિરમાં પ્રવેશ કર્યો.
વત્સ, તારું કુશલ હો!' નારદજીએ ભામંડલના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. ભામંડલ નારદજીની સામે ભૂમિ પર બેસી ગયો. “પ્રભુ, જો આપના તન-મનને પ્રસન્નતા હોય તો કંઈક પૂછું.' અવશ્ય. વત્સ, પૂછી શકે છે.'
For Private And Personal Use Only