________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
જનકનું અપહરણ જનક સંપૂર્ણ વાત સમજી ગયા. શા માટે તેનું અપહરણ કરવામાં આવ્યું, શા માટે એની સાથે અત્યધિક સ્નેહ – સન્માનથી વ્યવહાર કરવામાં આવ્યો... વગેરે ઉપસ્થિત પરિસ્થિતિ તેમના ધ્યાનમાં આવી ગઈ.
એટલું જ નહીં રાજન, સતા-ભામંડલના સંબંધથી મિથિલા-રથનપુરનો સંબંધ જોડાશે. વિદ્યાધર દુનિયા સાથે સ્નેહસંબંધ થશે. આપણી મિત્રતા દૃઢ બનશે.' ચન્દ્રગતિએ સીતા-ભામંડલના સંબંધ સાથે જોડાયેલા લાભ પણ બતાવ્યા.
વિદ્યાધરપતિ. આપની વાત સુયોગ્ય છે. આપના જેવા સાથે સંબંધ બંધાય, તે મારા માટે ઘણું જ ઉત્તમ હું માનું છું. પરંતુ આ પ્રસ્તાવ થોડા સમય પૂર્વે મળ્યો હોત તો સ્વીકાર થઈ જાત.”
હજુ શું બગડી ગયું છે?' “મહારાજા ચન્દ્રગતિ, આપે કદાચ નહીં જાણ્યું હોય કે સીતાનું સગપણ અયોધ્યાપતિ મહારાજા દશરથના સુપુત્ર શ્રી રામ સાથે નક્કી થઈ ગયું છે; અને એ રીતે હું સીતા શ્રી રામને આપી ચૂક્યો છું!'
ચન્દ્રગતિ માટે આ વાત નવી હતી. નારદજીએ એ વાત ચન્દ્રગતિને કહી ન હતી. તેઓ વિચારમાં પડી ગયા.
વળી કન્યાનું દાન એક વાર થાય છે. શ્રી રામને મનથી વરી ચૂકેલી સીતા ભામંડલને કેવી રીતે સ્વીકારે ?
રાજન, તમારી વાતનો હું અસ્વીકાર નથી કરતો. પરંતુ એનો એ અર્થ નથી કે હું મારી માંગણી છોડી દઉં છું. આ તો સ્નેહવૃદ્ધિ માટે તમને સન્માનપૂર્વક અહીં તેડી મંગાવ્યા. શું એ જ રીતે સીતાનું અપહરણ હું ન કરાવી શક્ત? ત્યારે તમે શું કરત? અલબત તમે સીતા શ્રી રામને સમર્પિત કરી ચૂક્યા છો, પરંતુ રામ એ રીતે સીતા સાથે વિવાહ નહીં કરી શકે.”
રાજન, વાસ્તવમાં આવા કન્યારત્નને તમે તમારી ઇચ્છાપૂર્વક કોઈને આપી શકો નહીં, તમારે સ્વયંવરની રચના કરવી જોઈએ. તેમાં કન્યા પોતાને યોગ્ય પતિને વરી શકે. તમે ભૂલ કરી છે છતાં હું એક ભૂલ પર બીજી ભૂલ કરવા માંગતો નથી.” “તો પછી આપ શું કરવા માંગો છો?
શ્રી રામ અમને પરાજિત કરીને સીતાને ગ્રહણ કરી શકે છે.” “શું યુદ્ધ
For Private And Personal Use Only