________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८०
સીતા-સ્વયંવર જનકે આદેશ કર્યો અને સીતા સખીઓના પરિવાર સાથે સ્વયંવર-મંડપમાં પ્રવેશી. દિવ્ય દેહ ઉપર બહુમૂલ્ય વસ્ત્રો અને તેજસ્વી અલંકારો, સીતા સ્વર્ગલોકની અપ્સરાને પરાજિત કરી રહી હતી. તેણે મંડપના મધ્યમાં આવી ધનુષ્યપૂજા કરી અને મનોમન શ્રી રામને પ્રણામ કરી, પૂર્વ નિર્દિષ્ટ સ્થાને જઈને તે ઊભી રહી.
ભામંડલ સીતાને સાક્ષાત્ જોઈ મુગ્ધ બની ગયો. તેનો દેહ રોમાંચિત થઈ ગયો, અંગઅંગમાં કામની વેદના જાગી ગઈ. તે અનિમેષ નયને સીતાને જોઈ રહ્યો.
એક ઊંચા મંચ ઉપર ઉપસ્થિત થઈને મહારાજા જનકે નિવેદન કર્યું વિદ્યાધરેન્દ્રો! હે નરેન્દ્રો! મિથિલાપતિ રાજા જનક નિવેદન કરે છે કે જે કોઈ આ ધનુષ્યને ઉઠાવી તેના પર તીર ચઢાવશે તે મારી પુત્રી સીતા સાથે વિવાહ કરી શકશે.”
એક પછી એક વિદ્યાધર રાજાઓ ધનુષ્યની પાસે જવા લાગ્યા. ભયંકર સર્ષોથી આવેષ્ટિત અને તીવ્ર તેજથી જાજ્વલ્યમાન ધનુષ્યનો સ્પર્શ કરવો પણ તેમના માટે દુષ્કર બની ગયો! ઉઠાવવાની તો વાત દૂર રહી. ધનુષ્યોમાંથી ફરાયમાન અગ્નિજ્વાલાઓ જ્યારે તેમને સ્પર્શતી...તેઓ પાછળ હટી જતા..શિરમથી તેમનું મુખ નીચું પડી જતું અને પુન: પોતાના સિંહાસન પર જઈ બેસી જતા.
જેવી દશા વિદ્યાધર રાજાઓની થઈ, રાજ કુમારોની પણ તેવી જ સ્થિતિ બની. ચન્દ્રગતિએ ભામંડલને ઇશારો કર્યો. ભામંડલ સિંહાસન પરથી ઊભો થયો. જનક, વિદેહા, સીતા વગેરેના શ્વાસ ઊંચા થઈ ગયા. ચન્દ્રગતિ પોતાની પ્રતિષ્ઠાની બાજી લગાવી રહ્યા હતા.
ભામંડલ ધીમી ગતિએ ધનુષ્યની પાસે પહોંચ્યો. ધનુષ્યના તીવ્ર તેજની આગળ ભામંડલ ઝંખવાઈ ગયો. ધનુષ્યમાંથી ઊઠતા સ્ફલિંગો અને નીકળતી ધખધખતી જ્વાલાઓને તે પરાજિત ન કરી શક્યો. એક વાર, બે વાર, ત્રણ વાર તેણે પ્રયત્ન કર્યો, પરંતુ નિષ્ફળ! તેના અંગે પ્રસ્વેદબિંદુઓ બાઝી ગયાં. તેના મુખ પર શ્યામતા છવાઈ ગઈ. તેને પોતાની તમામ આશાઓ પર પાણી ફરી વળી જતું દેખાયું. જે ઉપાય સફળતા માટે કર્યો હતો, તે જ ઉપાય તેની નિષ્ફળતા માટે નીવડ્યો! ભામંડલ જ્યારે વિલખો બનીને પાછો વળ્યો, ત્યારે રાજા ચન્દ્રગતિનું મુખ નીચું થઈ ગયું. તેમને ન સમજાયું કે આમ કેમ થયું? તેમને વિશ્વાસ હતો કે ભામંડલ જરૂર એ ધનુષ્યને ઉઠાવી શકશે. પરંતુ તે વિશ્વાસભગ્ન થઈ ગયો.
For Private And Personal Use Only