________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને રામાયણ
૪૮૧ હવે જ્યારે કોઈ રાજા કે કુમાર ધનુષ્ય પાસે જવા તૈયાર ન થયા ત્યારે શ્રી રામ સિંહાસન પરથી ઊભા થયા. ચન્દ્રગતિ, ભામંડલ અને બીજા સહુ રાજાઓ રામ સામે જોઈ રહ્યા. કોઈ કુતૂહલથી તો કોઈ મૌન ઉપહાસથી! વિદેહ અને સીતા, જનક અને જનકના પરિવાર સહુનાં મન અધ્ધર થઈ ગયાં. લક્ષ્મણ નિશ્ચલતાથી બેઠા હતા. નિર્ભયતા, નિશ્ચલતા અને શ્રદ્ધાપૂર્વક રામ ધનુષ્યની પાસે પહોંચ્યા, એટલી જ સ્વસ્થતાથી અને નિર્ભીકતાથી રામે વજાવર્તિને સ્પર્શ કર્યો. જેમ ઇન્દ્ર વજને સ્પર્શે!
જ્યાં પ થયો..અગ્નિની જ્વાલાઓ શાંત થઈ ગઈ, સર્પો પ્રશાંત બની ગયા. લોહપીઠ પર વજાવર્ત સ્થાપિત કર્યું અને વૈત્રયષ્ટિવત્ શ્રીરામે ધનુષ્યને વાળી દીધું! જોતજોતામાં ધનુષ્ય પર અધિજ્યારે પણ ચઢાવી. આકર્ષાન્ત અધિજ્યાને ખેંચી ધનુષ્યનું આસ્ફાલન કર્યું. તેનો ધ્વનિ સમગ્ર મિથિલામાં સંભળાયો. લોકોના ટોળેટોળાં રાજભવન સમક્ષ ભેગાં થઈ ગયાં.
સ્વયંવર-મંડપમાં ઉપસ્થિત નરેન્દ્રોએ જયજયકાર બોલાવી દીધો. મૈથિલીના અંગેઅંગમાં રોમાંચ થઈ ગયો. તે હાથમાં પુષ્પોની માળા લઈને દોડી. તેણે રામના ગળામાં માળા આરોપી દીધી..! રામે ધનુષ્ય પરથી દોરી ઉતારી નાંખી, ધનુષ્યને પુનઃ તેના સ્થાને સ્થાપિત કરી દીધું.
રામે ઘોષણા કરી-અર્ણવાવ ધનુષ્ય અનુજ લક્ષ્મણ ગ્રહણ કરશે.' શ્રીરામ ત્યાં જ ઊભા રહી ગયા. લક્ષ્મણ પોતાના આસન પરથી ઊભા થયા અને અગ્રજ સમક્ષ આવી પ્રણામ કર્યા. રામે લક્ષ્મણને આશીર્વાદ આપ્યા. લક્ષ્મણ આગળ વધ્યા...અવાવર્તને ઉઠાવ્યું, દોરી સાંધી દીધી, આસ્ફાલન કર્યું. એટલી ત્વરાથી આ બધું બની ગયું, કે વિદ્યાધરેન્દ્રો ચકિત થઈ ગયા. અવાવર્તના. ટંકારથી એવો પ્રબળ ઘોષ થયો કે સૌના કાનના પડદા પણ હાલી ઊઠ્યા.
લક્ષ્મણના આવા અદ્વિતીય પરાક્રમને જોઈ વિદ્યાધર રાજાઓએ પોતાની અઢાર કન્યાઓનું લક્ષણ સાથે પાણિગ્રહણ કરાવ્યું! વિદ્યાધરેન્દ્રો અને નરેન્દ્રોની દુનિયામાં રામ-લક્ષ્મણનું નામ સુપ્રસિદ્ધ બની ગયું. દેશમાં અને દૂર દૂરના પરદેશમાં રામ-લક્ષ્મણની કીર્તિ ફેલાઈ ગઈ. સીતાના આનંદની કોઈ સીમા ન રહી. ભામંડલના વિષાદની કોઈ સીમા ન રહી!
ભામંડલ! એને ક્યાં ખબર હતી કે સીતા એની બહેન છે! એ ક્યાંથી જાણે કે અધિષ્ઠાયક દેવોએ એને ધનુષ્ય ન ઉઠાવવા દઈ તેના પર કેટલો મોટો
For Private And Personal Use Only