________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૭૫ ચપલગતિએ નિદ્રાધીન જનક પર વિદ્યાપ્રયોગ કર્યો. જનક ગાઢ નિદ્રાને આધીન થઈ ગયા. બસ, ચપલગતિએ ચપળતાથી જનકને ઉઠાવ્યા અને ઉદ્યાનમાં આવી, વિમાનમાં જનકને યોગ્ય જગ્યાએ સુવાડી દઈ, વિમાનને રથનૂપુર તરફ હંકારી દીધું.
રાત્રિના અંતિમ પ્રહરમાં તો ચપલગતિ રથનૂપુરના બાહ્ય ઉદ્યાનમાં આવી પહોંચ્યો અને જનક ઉપરથી વિદ્યાપ્રયોગનું સંહરણ કરી લીધું. જનકે આળસ મરડી અને બેઠા થયા. સામે જોયું તો અપરિચિત સશસ્ત્ર ચપલગતિ બે હાથ જોડી મસ્તક નમાવી ઊભો હતો. આજુબાજુ જોયું તો નંદનવન સદશ પ્રદેશ હતો. દૂર દૂર દૃષ્ટિ નાંખી તો વિદ્યાધરોની ગગનચુંબી હવેલીઓની હારમાળા હતીતેની પાછળ વૈતાઢયનાં શિખરો હતાં. જનકને ભ્રમ થયો. ‘શું હું જાગ્રત અવસ્થામાં છું કે સ્વપ્નાવસ્થામાં તેમણે પોતાની જાતને સંભાળી.
મિથિલાપતિનો જય હો! આપ વિદ્યાધરેન્દ્ર મહારાજા ચન્દ્રગતિના સન્માનનીય અતિથિ છો.'
આ રીતે અપહરણથી અતિથિ બનાવવાનું પ્રયજન?” “એ તો ખુદ મહારાજા ચન્દ્રગતિ બતાવશે. હું તો મહારાજાનો અનુચર છું. હું આપને મહારાજાની મુલાકાત કરાવીશ.”
જનક આશ્ચર્યમાં પડી ગયા. તેઓ ચપલગતિ સાથે ચન્દ્રગતિના મહેલે પહોંચ્યા. ચન્દ્રગતિ રાજમહેલના દ્વારે ઊભા હતા. જનકનું આગમન થતાં જ ચન્દ્રગતિ સામે આવ્યા અને જનકને સ્નેહથી ભેટી પડચા. ચપલગતિ ત્યાંથી દૂર હટી ગયો. ચન્દ્રગતિ જનકનો હાથ પકડી મહેલમાં લઈ આવ્યા. ખૂબ જ પ્રેમપૂર્વક અપૂર્વ સૌહાર્દથી ચન્દ્રગતિએ જનક સાથે વ્યવહાર કર્યો. જનકને રત્નજડિત આસન પર બિરાજિત કરી ચન્દ્રગતિ બોલ્યા;
'રાજન, આપને આશ્ચર્ય-કુતૂહલ થતું હશે? ‘જરૂર!” શા માટે આપને અહી લાવવામાં આવ્યા છે, આપ કળી શક્યા નહીં હો.' નહિ.”
મે સાંભળ્યું છે કે આપની પુત્રી સીતા અદ્વિતીય રૂ૫સંપદાને ધારણ કરી રહી છે, મને એનું ચિત્ર અહીં જોવા મળ્યું, જ્યારથી મેં એનું ચિત્ર જોયું અને એની પ્રશંસા સાંભળી, મને લાગ્યું કે સીતા મારા પુત્ર ભામંડલની પત્ની થવા માટે સુયોગ્ય છે.'
For Private And Personal Use Only