________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
નહીં, એ માટે હું તમને એક ઉપાય બતાવું છું. મારી આયુધ શાળામાં વજાવર્ત અને અવાવર્ત નામના બે ધનુષ્ય છે. એક હજાર પક્ષથી તે અધિષ્ઠિત છે. તે ધનુષ્યનું તેજ દુસહ છે. અમારા માટે તે ધનુષ્ય એટલાં જ પૂજનીય છે, જેટલા ગોત્રદેવતા! જો એ ધનુષ્યમાંથી એક પણ ધનુષ્ય શ્રી રામ ઉઠાવી શકે અને તેના પર તીર ચઢાવી શકે તો તેઓ જીત્યા! ભલે સીતા સાથે તેમનો વિવાહ થાય!”
જનક વિચારમાં પડી ગયા. ચિંતાતુર બની ગયા. તેમના માથે જાણે નવી આફતનાં વાદળ મંડરાઈ રહ્યાં.
રાજન, એમાં લાંબું વિચારવાનું શું છે? મારી વાત ન્યાયપૂર્ણ છે. સ્વીકારવામાં સંકોચ શા માટે ?'
ચન્દ્રગતિ સિંહાસન પરથી ઊઠી, મંત્રણાગૃહમાં આંટા મારવા લાગ્યા. જનક ચિત્રવત્ સિંહાસન પર બેસી રહ્યા. પ્રભાતનો સમય પૂર્ણ થવા આવ્યો હતો. જનકને જલદી મિથિલા પહોંચવું જરૂરી હતું. જો વિલંબ થાય તો મિથિલામાં જનક - અપહરણની વાત ફેલાઈ જતાં વાર ન લાગે.
હું આપની વાત પર વિચાર કરીશ.' “હવે વિચારને અવકાશ જ નથી રાજન, મારો પુત્ર ભામંડલ સીતાની પાછળ પાગલ બની રહ્યો છે; આપે મારી સ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ.”
જનક નિરુત્તર બની ગયા. થોડી ક્ષણ મૌન પથરાયું, અચાનક ચન્દ્રગતિ જનકની નિકટમાં આવી ગયા અને કહ્યું.
જ્યાં સુધી મારી વાતનો સ્વીકાર નહીં કરો, ત્યાં સુધી તમે ચન્દ્રગતિના મહેલમાંથી બહાર નહીં જઈ શકો.”
જનક સ્તબ્ધ બની ગયા. તેમણે અનુભવ્યું કે ચન્દ્રગતિ જાણે બળાત્કાર કરી રહ્યો છે, તેમણે ચન્દ્રગતિની શરતઉપાય ઉપર પુનઃ વિચાર્યું. “શું ચન્દ્રગતિનાં બે ધનુષ્યો પરાક્રમી રામ નહીં ઉપાડી શકે? જે રામના પરાક્રમ આગળ લાખો પ્લેચ્છ સૈનિકોને ભાગી જવું પડ્યું તે રામનું બાહુબળ, પુણ્યપ્રકર્ષ અદ્દભુત છે. જરૂર તે ધનુષ્યને ઉપાડી લેશે, પરંતુ કદાચ ભાગ્યે યારી ન આપી તો? સીતા ભામંડલને વરશે કે આત્મહત્યા કરશે?” જનક કંપી ઊઠયા, પરંતુ પરિસ્થિતિનું માપ કાઢતાં તેમને ચન્દ્રગતિની શરત સ્વીકાર્યા સિવાય છૂટકો જ ન હતો. તેમનું મન શરત સ્વીકારવા તૈયાર થતું ન હતું, તો બીજી બાજુ અહીંથી મુક્ત થવાનો બીજો કોઈ માર્ગ દેખાતો ન હતો. છેવટે તેમણે નિરધાર્યું. અહીંથી એક
For Private And Personal Use Only