________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦
અણધારી આફત દેવર્ષિ, આપ વિશ્વની યાત્રા કરી રહેલા છો. અનેક નગરો, અનેક સ્ત્રીપુરુષો, અનેક ગિરિગુફાઓ, અનેક મંદિરો, આપના દૃષ્ટિપથમાં આવે તે સ્વાભાવિક છે. એમાં કોઈ અજાયબ અને આશ્ચર્યકારી વાત હોય તો જાણવાની ઉત્સુકતા છે.'
કુમાર, વિશ્વ વિચિત્રતાઓથી ભરપૂર છે. અજાયબીઓથી ભરેલું છે, શું કહું ને શું ન કહું!
‘તત્કાલમાં કોઈ એવું આશ્ચર્ય...” બોલતાં બોલતાં ભામંડલની દૃષ્ટિ કાષ્ટફલક પર પડી.
પ્રભુ, આ શું કોઈ ચિત્ર છે?'
હા, આ એક છે; અને તારી જિજ્ઞાસાને તૃપ્ત કરે તેવું છે. મેં તત્કાલમાં આ જ એક વિશ્વની અજાયબ ચીજ જોઈ છે!'
“નારદજીએ રેશમી વસ્ત્રનું આવરણ હટાવી ચિત્ર ભામંડલના હાથમાં આપ્યું. ભામંડલની આંખો ચિત્ર પર ચોંટી ગઈ. નારદજી સૂક્ષ્મ દૃષ્ટિથી ભામંડલના મુખ પર થતા ભાવપરિવર્તનની નોંધ લઈ રહ્યા હતા. ‘કુમાર, ત્રણ ભુવનમાં મેં આવું રૂપ જોયું નથી!”
સત્ય...બિલકુલ સત્ય છે પ્રભુ, વિદ્યાધરોની દુનિયામાં મેં પણ આવી સુંદરી જોઈ નથી,' દૃષ્ટિને ચિત્રફલક પર સ્થિર રાખી ભામંડલ બોલ્યો. તે ચિત્રને જોતો જ રહ્યો. ઘડી સુધી તેણે ચિત્રને પોતાના બે હાથમાં મંત્રમુગ્ધ બનીને પકડી રાખ્યું. ‘કુમાર, હું આ ચિત્ર તમને ભેટ કરું છું.” મહાન કૃપા!” કુમારે નારદજીનું અભિવાદન કર્યું અને ચિત્ર લઈ તેણે રાજમહેલનો રસ્તો પકડ્યો. કુમારના ગયા પછી નારદજી ખડખડાટ હસી પડ્યા. મનોમન તેઓ બોલ્યાઃ “સીતાને મારા અપમાનનું મોંઘું મૂલ્ય ચૂકવવું પડશે! વિદ્યાધરકુમાર હવે સીતાને નહીં છોડે.” - વનપાલક રાજ કુમારને ઉદ્યાનના દ્વાર સુધી વળાવીને પાછો નારદજી પાસે આવ્યો. તેના મનમાં નારદજીના આચરણ પર અનેક પ્રશ્ન ઊભા થયા હતા, પરંતુ નારદજીને એ પ્રશ્ન પૂછવાનું સામર્થ્ય બિચારા વનપાલકમાં ક્યાંથી હોય? બીજી બાજુ નારદજી આગળની યોજના વિચારતા બોલી ઊઠ્યા:
For Private And Personal Use Only