________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
જૈન રામાયણ
હજુ મારે થોડા દિવસ અહીં જ સ્થિરતા કરવી પડશે.”
ઘણી જ ખુશીની વાત છે, દેવર્ષિ! પરંતુ હવે તો આપની ઉપસ્થિતિની વાત નગરમાં...”
ના, જરાય નહીં, કોઈને વાત કરવાની નથી. કુમાર પણ હમણાં કોઈને વાત નહીં કરે, હવે એનું મન...' નારદજી બોલતાં બોલતાં અટકી ગયા અને વનપાલકને થોડાંક ફળો અને દૂધ લાવવાનો આદેશ કરી, પર્ણકુટિરની બહાર અશોકવૃક્ષની નીચે જઈ આડા થયા.
ભામંડલને સીતાના મોહમાં ફસાવી નારદજી તેના પરિણામની આશામાં રથનૂપુરમાં જ રોકાઈ ગયા. વનપાલક દ્વારા ભામંડલની ગતિવિધિના સમાચાર મેળવતા રહ્યા. જ્યારથી, જે ક્ષણથી ભામંડલે સીતાના ચિત્રને જોયું ત્યારથી તેના મન પર મદનનું સામ્રાજ્ય છવાઈ ગયું. અવ્યક્તરૂપે તેના આત્મામાં પડેલા, સીતા સાથેના પૂર્વભવના સંસ્કારો, ઉબુદ્ધ થઈ ગયા. દિન અને રાત સીતાના ચિત્રને છાતી પર રાખી તે કામવિહ્વળ બની ગયો. તેની નિદ્રા ચાલી ગઈ. ખાવાપીવાનું ભૂલી ગયો...બસ, એક યોગી જેવી રીતે બ્રહ્મના ધ્યાનમાં લીન થઈ જાય, તેમ ભામંડલ સીતાના ધ્યાનમાં દિવસો સુધી મૌનપણે બેસી રહ્યો.
ચન્દ્રગતિને ભામંડલના આવા એકાએક થયેલા પરિવર્તનથી ચિંતા થઈ. તેમણે ભામંડલને પોતાની પાસે બોલાવ્યો. પુત્રના ગ્લાનિપૂર્ણ મુખને જોઈ, અસ્તવ્યસ્ત વસ્ત્રો જોઈ, સુકાઈ ગયેલો દેહ જોઈ, ચન્દ્રગતિનું હૃદય દુઃખી બની ગયું.
0
0
0
For Private And Personal Use Only