________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘શું કોઈ વ્યાધિ પીડે છે?’
મૌન.
* ૫૪. જનકનું અપહરણ
‘શું કોઈએ તારું અપમાન કર્યું છે?'
મૌન,
‘શું કોઈ શત્રુનો ભય લાગે છે?’
મૌન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા ચન્દ્રગતિ ભામંડલના મૌનથી વ્યથિત બની ગયા. ભામંડલ ભૂમિ પર દૃષ્ટિ સ્થાપિત કરીને ઊભો હતો. તેના મનમાં દ્વિધા પેદા થઈ ગઈ હતી. વાત એવી હતી કે સહેવાય નહીં અને કહેવાય નહીં. ગુરુજનો સમક્ષ આવી વાત કેમ કહેવાય? તેને પોતાની મર્યાદાનું ભાન હતું. ચન્દ્રગતિ ભામંડલની આંતરિક સ્થિતિ જાણતા ન હતા, પરંતુ ભામંડલના મુખના ભાવો ઉપરથી એ એટલું સમજી શકયા કે જરૂર ભામંડલના મનમાં એવી કોઈ વાત છે કે જે એ મને કહી શકતો નથી. તેને કહેવામાં સંકોચ અને શરમ આવી રહી છે.'
ભામંડલને વિદાય કરી ચન્દ્રગતિએ તેના મિત્રોનો સંપર્ક કર્યો. મિત્રો ભામંડલના આવાસમાં સીતાના ચિત્રને જોઈ ચૂકેલા હતા અને જ્યારથી એના આવાસમાં એ ચિત્ર આવ્યું ત્યારથી ભામંડલના આચરણમાં પરિવર્તન આવ્યું છે, એ વાત પણ તેઓ જાણતા હતા. તેમણે ભામંડલને આ ચિત્ર વિષે પૃચ્છા પણ કરેલી, તેના ઉત્તરમાં ભામંડલે માત્ર એટલું કહેલું-‘દેવર્ષિ નારદ પાસેથી મને આ ચિત્ર ભેટ મળેલું છે.’ જેટલી વિગત મિત્રો પાસે હતી, તેટલી ચન્દ્રગતિને જાણવા મળી...પણ જ્યારે એ જાણવા મળ્યું કે નારદજી રથનૂપુરમાં છે તેથી એમને આશ્ચર્ય સાથે આનંદ પણ થયો. તરત જ નારદજીને સન્માનપૂર્વક રાજમહેલમાં લઈ આવવા રાજપુરુષોને ઉદ્યાનમાં મોકલ્યા.
નારદજી તો આમંત્રણની રાહ જ જોઈ રહ્યા હતા; જ્યાં રાજપુરુષોએ આવીને મહારાજા ચન્દ્રગતિ ત૨ફથી રાજમહેલમાં પધા૨વાનું આમંત્રણ આપ્યું, ત્યાં તો નારદજી તરત તૈયાર થઈ ગયા; અને રાજપુરુષો સાથે રાજમહેલમાં આવી પહોંચ્યા. ચન્દ્રગતિએ ઊભા થઈ નારદજીનું સ્વાગત કર્યું અને ઉચિત આસન આપ્યું.
‘દેવર્ષિ! આપ રથનુપુરમાં પધાર્યા છો પણ મને ખબર જ ન પડી, નહીંતર અહીં આપનાં દર્શન વહેલાં થાત.'
For Private And Personal Use Only