________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૬
અણધારી આફત નહીં આવે! પૂર્ણ થયેલી અભિલાષા પુનઃ નષ્ટ નહીં થઈ જાય, કેવી ભ્રમણામાં જીવ અટવાય છે. પરંતુ સાપેક્ષ સુખ સુખ નથી, દુઃખ છે. અનેક અપેક્ષાઓ પૂર્ણ કરવા કઠોર પરિશ્રમ કરો, પછી એક સુખનો અનુભવ કરો! તે પણ અલ્પ કાળ માટે! પણ આ જ તો સંસારની પદ્ધતિ છે. સુખ અને દુઃખ, આનંદ અને ઉદ્વેગ, હર્ષ અને શોક, આ દ્વન્દ્ર સંસારમાં ચાલ્યા જ કરે છે. જ્ઞાનદૃષ્ટિથી આ દ્વન્દોથી જે પર બની જાય છે તે જ તો યોગી કહેવાય છે,
શ્રી રામની યશકીર્તિ દુનિયાના ખૂણેખૂણે ફેલાઈ ગઈ. તેની સાથે સીતાના રૂપલાવણ્યની વાત પણ જોડાઈ ગઈ.
નારદજીએ સીતાના અનુપમ રૂપલાવયની વાત કર્ણોપકર્ણ સાંભળી તેમને સીતાનું પ્રત્યક્ષ દર્શન કરવાની ઇચ્છા જાગી...નારદજી એટલે સર્વત્ર સ્વતંત્ર વ્યક્તિા તેમણે મિથિલાનો રસ્તો પકડ્યો. આકાશમાર્ગે નારદજી મિથિલાની સીમમાં આવી પહોંચ્યા.
પીળા કેશ ને પીળી આંખો, મોટું પેટ અને કૃશ કાયા, હાથમાં તંબૂર અને માથે છત્ર, શરીર પર કોપીન અને હવામાં ઊડતી ચોટી! નારદજીએ સીતાના આવાસમાં પ્રવેશ કર્યો. નારદજીની ભીષણ આકૃતિ જોઈ સીતા કંપી ઊઠી.... પોતાના આસન પરથી ઊભી થઈ ગઈ અને “ઓ મા... ફરતી તે અભ્યત્તર ગૃહમાં દોડી ગઈ.
સીતાની ચીસ સાંભળી દાસીઓ દોડી આવી. આવાસમાં નારદજીને ઊભેલા જોયા. કોઈ નારદજીને ઓળખી શકયું નહીં. દાસીઓએ બૂમાબૂમ કરી મૂકી. દ્વારરક્ષકો અને સશસ્ત્ર સુભર્યો આવી પહોંચ્યા. નારદજી સ્તબ્ધ બની ગયાં; કલ્પનાતીત ઘટના બની ગયેલી જોઈ નારદજીને તત્કાળ શું કરવું, કંઈ ન સૂછ્યું, ત્યાં તો દાસીઓએ નારદજીને ઘેરી લીધા. કોઈ નારદજીને ધક્કા મારવા માંડ્યા. કોઈ નારદજીનું ગળું પકડી બહાર ખેંચવા લાગ્યા. કોઈએ દંડપ્રહાર કર્યો.. કોઈએ કટુ શબ્દો સંભળાવ્યા.
અચાનક આવી પડેલી આફતથી ઊગરી જવા માટે નારદજીએ પલાયન થઈ જવાનો માર્ગ પસંદ કર્યો. આકાશમાર્ગે નારદજી ભાગી છૂટ્યા. તેઓ વૈતાઢચના શિખર પર જઈ પહોંચ્યા.
નારદજીના જીવનમાં આવી ઘટના પહેલી જ વાર બની. આજ દિન સુધી નારદજી જ્યાં ગયા હતા ત્યાં તેમનું સ્વાગત થયું હતું, સન્માન થયું હતું. આજે મિથિલાના રાજામહેલમાં તેમની જે અવહેલના થઈ, તિરસ્કાર અને તાડન
For Private And Personal Use Only