________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
ના પ3. આણઘાટી આફત રામ-લક્ષ્મણના સખત સંઘર્ષના પરિણામે મ્લેચ્છ રાજાઓને બૂરી રીતે પરાજિત બની સ્વદેશ ભાગવું પડ્યું. તેમના મન પર યુવાન રામ-લક્ષ્મણની છબી અંકિત થઈ ગઈ. ભારતીય રાજકુમારીનું અભૂતપૂર્વ શૌર્ય-સાહસ તેમના અભિમાની વ્યક્તિત્વ પર કારમા ઘા સમાન હતું. શ્રીરામના દૂરાપાતી, દઢઘાતી તથા શીધ્રવેધી પ્રહારોની વેદનાઓ સ્વેચ્છ રાજાઓ તથા તેમના યુદ્ધઘેલા સૈનિકો વર્ષો સુધી ન ભૂલ્યા.
મહારાજા જનક, શ્રી રામ તથા લક્ષ્મણના અદ્વિતીય પરાક્રમને જોઈ અતિ પ્રસન્ન બની ગયા. શ્રી રામના નેતૃત્વમાં તેમણે ભારતીય પ્રજાને વર્ષો સુધી સુરક્ષિત જોઈ. મહારાજાએ યુદ્ધની વિજયમાળા શ્રી રામના કંઠમાં આરોપી, સ્નેહથી શ્રી રામને ભેટી પડ્યા.
મહારાજાની બંને ચિંતાઓ એક સાથે દૂર થઈ ગઈ. શત્રુઓ પર વિજય મળી ગયો અને સીતા માટે સુયોગ્ય વર મળી ગયો! જેમણે રણભૂમિ પર શ્રી રામનું યુદ્ધકૌશલ્ય નજરે જોયું, કાને સાંભળ્યું, તેઓ શ્રી રામની પ્રશંસા કરતાં ધરાતા ન હતા. મિથિલાની કરોડો જબાન પર શ્રી રામનું નામ ગવાવા લાગ્યું. મિથિલાના અંતઃપુરમાં રહેલી વિદેહાએ પણ જ્યારથી શ્રી રામના શૌર્ય-સાહસની રોમાંચક વાતો સાંભળી, ત્યારથી રામના તેજસ્વી મુખને જોવા તે ઉતાવળી બની રહી હતી. સીતાએ પણ જ્યારથી પોતાની માતૃભૂમિની રક્ષા કરનાર પુરુષસિંહ રામનું નામ સાંભળ્યું હતું, ત્યારથી તેના હૃદયસિંહાસન પર તે શ્રી રામને બિરાજિત કરી તેની માનસપૂજા કરવા લાગી ગઈ હતી.
મિથિલાના રાજમાર્ગો પર રણવાઘોનો વિજયધ્વનિ ગુંજી ઊઠ્યો. મહારાજા જનકે રામ-લક્ષ્મણ સાથે નગરપ્રવેશ કર્યો. મિથિલાની કુલવધૂઓએ મહારાજાનું સ્વાગત કર્યું. પુષ્પોની વૃષ્ટિથી અને વિજયધ્વનિથી જાણે મિથિલા ઉન્મત્ત બની ગઈ.
રાજમહેલના ઝરૂખેથી અનિમેષ, કુતૂહલપૂર્ણ અને વિકસ્વર બે આંખો યુદ્ધવિજયના અભિનંદન તો આપતી જ હતી, સાથે સાથે જીવન-સમર્પણ પણ કરી રહી હતી, પણ એ તો દાન લેનારના હાથ લંબાય તો દાન અપાય ને? - મિથિલાની રાજસભામાં મહારાજા જનકે, મહામંત્રીએ, સેનાપતિઓએ શ્રીરામલક્ષ્મણની પ્રશંસા કરી, વારંવાર અભિનંદન આપ્યાં. અયોધ્યા-મિથિલાની મિત્રતાને
For Private And Personal Use Only