________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૨
મિથિલા ભયમાં દૂતની વાત સાંભળી અયોધ્યાપતિ સમસમી ઊઠ્યા : તેમનું મુખ ક્રોધથી લાલચોળ બની ગયું. તરત જ તેમણે યુદ્ધની ભેરી વગાડવાનો આદેશ આપી દીધો. સેનાપતિઓને ચતુરંગી સૈન્ય તૈયાર કરવા આજ્ઞા આવી દીધી.
મહારાજા દશરથ સ્વયં નેતૃત્વ કરવા તૈયાર થયા. વાત શ્રીરામ-લક્ષ્મણ પાસે આવી. બંનેએ એકબીજા સામે જોયું. 'લક્ષ્મણ, આપણે અહીં બેસી રહીશું અને પિતાજી યુદ્ધયાત્રાએ જશે?”
જીવી વડીલની આજ્ઞા, અનુજ તૈયાર છે. લક્ષ્મણે હાથ જોડી વંદના કરી. ચાલો પિતાજી પાસે.'
બંને ભાઈઓ સીધા રાજમહેલમાં આવ્યા. દશરથ યુદ્ધવેશમાં સજ્જ થઈ રહ્યા હતા. બંને ભાઈઓએ પિતાજીના ચરણે સ્પર્શ કર્યો અને નતમસ્તક ઊભા રહ્યા. દશરથે બંને પુત્રોના માથે હાથ મુક્યો અને સ્નેહભરી દૃષ્ટિથી બંને સામે જોયું.
પિતાજી, અમારી એક વિનંતી છે.' રામ બોલ્યા. કહો.” યુદ્ધયાત્રામાં આપના સ્થાને આપના પુત્રોને જવાની અનુમતિ મળવી જોઈએ.” ‘આ યુદ્ધમાં તમને મોકલવા મારું મન નથી માનતું.”
પુત્રસ્નેહથી પ્લાવિત મન ન માને તે બનવાજોગ છે, પરંતુ ઈશ્વાકુવંશમાં જન્મેલાઓનું પરાક્રમ આજન્મ પ્રસિદ્ધ છે. મહારાજા ભરતથી આજ સુધીનો ઇતિહાસ તેમાં સાક્ષી છે. આપ કૃપા કરો, અમને અનુજ્ઞા આપો. અલ્પ સમયમાં જ પ્લેચ્છોને આર્ય ભૂમિમાંથી હાંકી કાઢી, વિજયશ્રી વર્યાના શુભ સમાચાર આપને મળશે.”
દશરથ વિચારમાં પડી ગયા. રામ-લક્ષ્મણના પરાક્રમમાં તેમને જરાય સંદેહ ન હતો, પરંતુ અતિસ્નેહ સંદેહ પેદા કર્યા વિના નથી રહેતો.
“અનુજ લક્ષ્મણ મારી સાથે છે, પિતાજી! આપ નિશ્ચિત રહો અને આ યુદ્ધયાત્રાનો આનંદ અમને બક્ષવા કૃપા કરો.”
દશરથે રામ સામે જોયું, લક્ષ્મણ સામે જોયું. બંનેને પોતાના બાહુપાશમાં લઈ દશરથે કૃતાર્થતા અનુભવી. '
પુત્ર, મને તમારા બંનેના પરાક્રમમાં પૂર્ણ વિશ્વાસ છે. મ્લેચ્છોનો પરાભવ કરી તમે વિજયશ્રી વરશો, તે નિર્વિવાદ છે. જાઓ, મારા તમને આશીર્વાદ છે. તમારો માર્ગ નિર્વિઘ્ન હો!'
For Private And Personal Use Only