________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૬૩ ત્યાં મહારાણી અપરાજિતાએ પ્રવેશ કર્યો. દશરથના છેલ્લા શબ્દો અપરાજિતાએ સાંભળી લીધા હતા; પરંતુ તેને ખ્યાલ ન હતો કે યુદ્ધમાં રામલક્ષ્મણને જવાની અનુમતિ દશરથે આપી દીધી છે! પરંતુ એ કંઈ પૂછે તે પહેલાં તો રામ-લક્ષ્મણ અપરાજિતાનાં ચરણોમાં લપટાઈ ગયા. “માતા, તું પણ આશીર્વાદ આપ. તારા પુત્રોની પ્રથમ યુદ્ધયાત્રા શરૂ થાય છે.” અપરાજિતાએ દશરથ સામે જોયું. દશરથ બોલ્યા:
મહારાજા જનકની સહાયે હું જવા તૈયાર થતો હતો, ત્યાં આ બંનેએ મને રોકી દીધો અને તેઓ જવા તૈયાર થઈ ગયા!'
ને પિતાજીએ આશીર્વાદ પણ આપી દીધા!'
પત્રોએ આશીર્વાદ લઈ લીધા. તમારે પણ આપવા પડશે...એ છોડશે નહીં!' દશરથ હસી પડ્યા. રામ, વિલંબ ન કરવો જોઈએ. ‘સન્તઃ સતાં ઘર ત્રીય વિનં-
વત્તે ન નાતુતિ' સજ્જન પુરુષોની રક્ષામાં વિલંબ ન થવો જોઈએ.
બસ, માતા તિલક કરે એટલો જ વિલંબ!”
એક યુવાન રાજરમણી સુવર્ણ પાત્રમાં સ્વસ્તિક, શ્રીફળ અને કમકમ લઈને ઉપસ્થિત થઈ. અપરાજિતાએ પુત્રોને લલાટમાં તિલક કર્યા ઉપર સ્વસ્તિક લગાવ્યા અને હાથમાં શ્રીફળ આપ્યાં...
ઈવાકુવંશનાં રત્નો! તમારો વિજય થાઓ. ભગવાન ઋષભદેવ તમારી રક્ષા કરો.'
રામ-લક્ષ્મણે પુનઃ માતાનાં ચરણોમાં પ્રણામ કર્યા અને મહેલની બહાર નીકળ્યા. સેનાએ જયઘોષ કર્યો. સેનાપતિઓએ રામ-લક્ષ્મણનું અભિવાદન કર્યું. પ્રયાણની ભેરી વાગી ઊઠી. બંને ભાઈઓ રથમાં આરૂઢ થયા અને રથ અયોધ્યાના રાજમાર્ગ પર દોડવા લાગ્યો. નગરજનોએ જયજયકાર કર્યો. નરનારીઓએ પુષ્પની વૃષ્ટિ કરી.
પચાસ હજાર સુભટોના સૈન્યને લઈ રામ-લક્ષ્મણ મિથિલા તરફ ઝડપથી આગળ વધવા લાગ્યા.
0
0
0
For Private And Personal Use Only