________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૬૫ સુદઢ બનાવી. શ્રી રામે પણ સુંદર, સ્વચ્છ અને મધુર ભાષામાં પ્રત્યુત્તર આપી મિથિલાને ગાંડીઘેલી બનાવી દીધી. તેમણે કહ્યું :
પિતાતુલ્ય મહારાજા મિથિલાપતિ અને પ્યારાં પ્રજાજનો, આપ સહુનો અપાર સ્નેહ અને વાત્સલ્ય યુદ્ધવિજયના આનંદ કરતાં પણ વિશેષ આનંદાનુભૂતિ કરાવે છે. પૂજનીય પિતાજી-અયોધ્યાપતિની આ ક્ષણે સ્મૃતિ કરી તેમના ચરણે વંદના કરું છું. તેઓશ્રીએ મહાન કૃપા કરી આ યુદ્ધ માટે અમને અવસર આપ્યો.
ભૂમિભૂખ્યા મ્લેચ્છ રાજાઓએ ભારતની ભૂમિ પર આક્રમણ કરી ભારતની પ્રજામાં ભય અને ગ્લાનિ પેદા કરી દીધાં હતાં, આજે તેમને શસ્ત્ર ત્યજી દઈને શ્વાનની જેમ ભાગવું પડ્યું છે. આ વિજય અમારો નથી, પરંતુ સમગ્ર ભારતીય પ્રજાનો છે. પરમાત્મા ઋષભદેવથી ચાલી આવતી ત્યાગપ્રધાન સંસ્કૃતિનો આ વિજય છે. અનંતકાળથી આ સંસ્કૃતિ ચાલી આવે છે. અનંતકાળપર્યત એ સંસ્કૃતિની શીતલ છાયામાં પ્રજા મોક્ષ તરફ આગળ વધતી જશે.
“પ્લેચ્છ રાજાઓ એવા ખરાબ રીતે પરાજિત થઈને ભાગ્યા છે, કે હવે વર્ષો સુધી ભારતભૂમિ પર પગ મૂકવાની હિંમત નહીં કરે. તેમની દયાહીન, ત્યાગરહિત સંસ્કૃતિની છાયા પણ વર્ષો સુધી નહીં આવે...”
સભાનું વિસર્જન થયું. મહારાજા જનક રામ-લક્ષ્મણને લઈ પોતાના મહેલમાં આવ્યા. દ્વાર પર વિદેહાએ સહુને સત્કાર કર્યો, વિશેષરૂપ શ્રી રામનો,
વિદેહા રામને જોઈને હર્ષિત થઈ ગઈ. “મારી સીતાને યોગ્ય કુમાર મળી ગયો..” આ વિચારે તેને આનંદઘેલી બનાવી દીધી. તેમાં જ્યારે મહારાજાએ પોતે પણ એ વાત વિદેહાને કહી ત્યારે વિદેહા બોલી ઊઠી:
એમાં પૂછવાનું હોય? આવો વર દુનિયામાં બીજો નહીં મળે, આજે જ નક્કી કરી લેવું જોઈએ.'
વાત સીતા પાસે પહોંચી. સીતા ચાહતી હતી તેમ જ બનતું જાણી ખુશ ખુશ થઈ ગઈ. બીજા દિવસે તેને સમાચાર મળી ગયા કે શ્રી રામ સાથે તેનો વિવાહ નક્કી થઈ ગયો છે!
સીતા ભવિષ્યના સુખની કલ્પનામાં નિમગ્ન બની ગઈ. મનુષ્યનો આ સ્વભાવ જ છે અને આ સ્વભાવ જ જાણે એનાં દુઃખોનું મૂળ છે! પોતાની એક ઊંચી કલ્પના, અભિલાષા પૂર્ણ થતી લાગે છે અથવા પૂર્ણ થાય છે ત્યારે મનુષ્ય માની લે છે કે હવે તે મહાન સુખી બની જશે! તેના સુખભોગમાં કોઈ વિપ્ન
For Private And Personal Use Only