________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૦
મિથિલા ભયમાં જનકનું હૃદય અતિ પ્રસન્નતા અનુભવવા લાગ્યું. વિદેહ તો એક ક્ષણ પણ સીતાને દૂર કરી શકતી ન હતી. પરંતુ જ્યાં સીતાનું યૌવન ઇન્દ્રલેખાની જેમ પૂર્ણકલાથી ખીલી ઊઠ્યું, ત્યાં જનક-વિદેહાના ચિત્તમાં એક ચિંતા પ્રવેશી. જનક દિનરાત આ વિચાર કરવા લાગ્યા“સીતાને અનુરૂપ વર કોણ બનશે?” ચરપક્ષો દ્વારા અનેક રાજાઓ અને રાજકુમારોનાં ચિત્ર તેમની પાસે આવવા લાગ્યાં. મહામાત્યની સાથે એક-એક ચિત્ર પર પરામર્શ થવા લાગ્યો. પરંતુ કોઈ ચિત્ર પસંદ ન પડ્યું. એક ચિંતા તો સતાવી રહી હતી ત્યાં વળી બીજી ચિંતા ઊભી થઈ ગઈ. રાજસભા ભરાઈ હતી. એક દૂતે રાજ સભામાં પ્રવેશ કર્યો. મહારાજા જનકને પ્રણામ કરી તે બાજુમાં ઊભો રહ્યો. દૂત સીમાવર્તી ક્ષેત્રમાંથી આવી રહ્યો હતો. તેના મુખ પર ચિતા ફેલાયેલી હતી.
મહારાજા, સીમાવર્તી ક્ષેત્ર પર અનાર્ય રાજાઓએ ભારે આક્રમણ કરી દીધું છે. અર્ધબર્બર દેશના આતરંગતમ રાજાએ બીજા અનેક રાજાઓને પોતાના સહયોગમાં લઈને ભીષણ સંગ્રામ શરૂ કરી દીધો છે.”
સીમા-પ્રાન્તમાં આપણે કેટલું સૈન્ય છે? જનકે સેનાપતિ સામે જોયું.
મહારાજા, સીમા પર આપણું વિશાળ સૈન્ય શત્રુઓને આજ દિન સુધી રોકી રાખવામાં સમર્થ નીવડયું છે. પરંતુ સૈન્યખુવારી પણ ઘણી થઈ ગઈ છે. શત્રુન્ય લાખોની સંખ્યામાં છે... જો કે શત્રુસૈન્યનો નાશ પણ ઘણો કરવામાં આવ્યો છે. પરંતુ કીડિયારાની જેમ એ તો ઊભરાયા જ કરે છે.'
રાષ્ટ્રની રક્ષા ગમે તે ભોગે કરવી તો રહી. આપણે એકલા શત્રુઓને હાંકી કાઢવા સમર્થ નથી તો મિત્રરાજ્યની સહાયતા લઈશું.”
જનકની દૃષ્ટિ અયોધ્યા ઉપર ગઈ. મહારાજા દશરથની સ્મૃતિ તાજી થઈ આવી. તેમણે દૂતને હ્યું:
“અહીંથી તું અયોધ્યા જા. મહારાજા દશરથને મારો સંદેશો આપજે સમાચાર લઈને શીઘ્રતાથી પાછો વળજે.
જનકે એક વિસ્તૃત સંદેશો આપ્યો, દૂત મિથિલાથી અયોધ્યા તરફ રવાના થઈ ગયો.
0 0 0
For Private And Personal Use Only