________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
મા? લાગી, ક્યારેક દ્વેષ પ્રચંડ બની જતાં અંગેઅંગમાંથી સુકોશલ પર અગ્નિવર્ષા કરવા લાગી. ક્યારેક પાગલ જેવી અટ્ટહાસ્ય કરવા લાગી.
તન-મનની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ. એક દિવસે સંધ્યાના સમયે સહદેવીનો આત્મા માનવદેહને ત્યજી ગયો. રાગ અને દ્વેષની રમતમાં તેણે માનવજિંદગીનો જુગાર ખેલ્યો.
તે માનવજિંદગી હારી ગઈ. જુગાર ખેલવાની અધૂરી તમન્નાઓ લઈ તે એક ગિરિ-ગુફામાં પહોંચી ગઈ. તે વાઘણના પેટે વાઘણ તરીકે અવતરી. અહીં તેને દૈષની રમત ખેલવાનું મોટું ક્ષેત્ર મળી ગયું, અમર્યાદ ક્ષેત્ર મળી ગયું!
બીજી બાજુ પિતા-પુત્રને રાગ-દ્વેષ પર વિજય મેળવી લેવાનું વિશાળ ક્ષેત્ર મળી ગયું! નિર્મમ અને નિષ્કષાય બની પિતા-પુત્ર પૃથ્વી-પટને પાવન કરી રહ્યા.
વીતરાગતાને વરવા માટે તેમણે ધરખમ પુરુષાર્થ આદર્યો. તેમણે તનને તપશ્ચર્યામાં રોકી મનને ધ્યાનમાં પરોવી દીધું. અધ્યાના રાજેશ્વરો અને ધરાતલના યોગીશ્વરો ભારતને નિવૃત્તિમાર્ગની શ્રેષ્ઠતા બતાવી રહ્યા.
ચાતુર્માસનો કાળ નિકટ આવતો હતો. રાજર્ષિ સુકોશલનો આત્મા ભવ્ય સાધના કરવા ઉછાળા મારી રહ્યો હતો. તેમણે યોગીશ્વર કીર્તિધરનાં ચરણોમાં વંદન કરી અંજલિ જોડી પ્રાર્થના કરી:
પ્રભુ ચાતુર્માસનો કાળ નિકટ આવી રહ્યો છે.” હા, મુનિ!” કીર્તિધર મહાર્યાગીએ સુકોશલની આંખોમાં ચમકતું તેજ જોયું. “પ્રભુ, આપણે કોઈ ગિરિગુફામાં જઈએ, પ્રાસુક જગાએ ચારેય માસ પરમાત્મધ્યાનમાં રહીએ, જો આપ કૃપાળની..”
મુનિ! તમારી મનોરથ સુંદર છે.' મહામુનિએ સુકોશલ મહાત્માની ભાવનાને વેગ આપ્યો.
“તો આપણે એવી કોઈ ગિરિગુફા તરફ વિહાર કરીએ.’ પિતા-પુત્રની કેવી અદ્ભુત જોડી! એક સાધનામાર્ગ! એક સાધનાવિચાર! એક તમન્ના અને એક જ આદર્શ! બંનેએ વિહાર કર્યો. વસંત-પર્વતની તળેટીમાં પહોંચ્યા.
બાજુમાં જ ગોવાળોનું એક નાનકડું ગામ વસેલું હતું. મહાત્માઓએ ત્યાં ચાર મહિનાના ઉપવાસનું અંતર પારણું કરીને પર્વત પર આરહણ કરવા
For Private And Personal Use Only