________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૯ કર્યા સિવાય અહીં મહેલમાં જ રહીને, એ મેળવવાનો પુરુષાર્થ ન થઈ શકે?'
શું એમ નથી લાગતું કે મહેલ તરફની આસક્તિ સાધવેશને ધારણ કરવામાં અટકાયત કરે છે? આસક્તિ તોડવાની જરૂર ખરી કે નહિ?” “શું આસક્તિ વિના મહેલમાં ન રહી શકાય?
જો આસક્તિ જ ન હોય તો પછી મહેલમાં શા માટે રહેવું? વન-જંગલોમાં કેમ ન રહેવું?
મહેલમાં રહેવાથી, રાજ્ય પ્રત્યેનાં, કુટુંબ પ્રત્યેનાં, બીજાં કર્તવ્યો બજાવી શકાય ને? સાથે સાથે આપણે આત્મહિત પણ થાય.”
દેવી, હજુ શું સાંસારિક કર્તવ્યો બજાવવાના બાકી છે? શું જીવનના છેલ્લા શ્વાસ સુધી સંસાર જ કર્તવ્ય છે? રાજ્યનાં કર્તવ્યોને બજાવવાની જવાબદારી હવે આપણા શિરે નથી. નઘુષ રાજ ચલાવવા માટે યોગ્ય છે. જીવનમાં કોઈ પણ એક કર્તવ્ય સદાને માટે હોતું નથી... જીવનના ભિન્ન ભિન્ન કાળમાં કર્તવ્યો પણ ભિન્ન ભિન્ન હોય છે.'
મૃગાવતી મૌન રહી. તેના મનમાં ગંભીરતા હતી, ગહનતા હતી. તેના હૃદયમાં પતિના વિચારોએ પ્રવેશ કર્યો હતો. તે વિચારોને હૃદયમાં જડી દેવા માટે, તેણે કોઈ પણ પ્રતિપક્ષી વિરોધી વિચાર હૃદયમાં રહી ન જાય, તે માટે શોધી શોધીને તેનો નિકાલ કરવા માંડ્યો.
તેણે હિરણ્યગર્ભને ઉપરાઉપરી અનેક પ્રશ્નો પૂછુયા. તે હિરણ્યગર્ભના વિચારોનો સામનો કરવા માટે નહિ, પરંતુ હિરણ્યગર્ભના વિચારોને ઠીક રીતે સમજવા માટે, વિશેષ સ્પષ્ટતાથી સમજવા માટે.
આજે મનુષ્ય મોટે ભાગે, બીજાના ઉદાત્ત વિચારો સાંભળીને, એ વિચારોને તોડી પાડવા માટે પ્રશ્નોનો હુમલો કરે છે. બીજાના ઉત્તમ વિચારોને સમજવાની રીત નથી રહી. પોતાના જ વિચારોને સર્વોપરી માની લેવાનું મિથ્યાભિમાન વધી રહ્યું છે.
દેવી, જ્યા વિચારમાં પડી ગયાં?' મૃગાવતીને મૌન રહેલ જોઈ હિરણ્યગર્ભે પૂછ્યું.
આપના પવિત્ર, ભવ્ય આશયને સમજવા પ્રયત્ન કરી રહી છું. કારણ કે, મારે પણ આપના જ માર્ગે આવવું છે ને!”
બહુ સરસ.' હિરણયગર્ભને આનંદ થયો.
For Private And Personal Use Only