________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૧
જૈન રામાયણ પ્રત્યે આસક્તિ ઓસરતી ગઈ. દેશના પૂર્ણ થઈ, હિરણ્યગર્ભે અંજલિ મસ્તકે લગાડી, વિનમ્ર ભાવે મહામુનિને પ્રાર્થના કરી:
કૃપાનાથ! આપની વાણીનું શ્રવણ કરી અમારા હૃદયમાંથી સંસારનો રાગ નાશ પામ્યો છે. અમને ભવસાગરથી તારનાર સંયમમાર્ગનું દાન કરી અમારા પર કૃપા કરો.' હિરણ્યગર્ભે મૃગાવતીની સામે જોયું. મૃગાવતીએ તો ક્યારનીય પોતાની સંમતિ પતિને આપી દીધેલી હતી. નગરમાં પણ વાત જાહેર થઈ ચૂકેલી હતી. જિનપ્રાસાદોમાં મહોત્સવ મંડાયા. વાચકોને દાન અપાવા લાગ્યાં. નગરનાં દ્વાર પર તોરણ બંધાયાં. રાજમાર્ગો પર સુગંધિત જળ છંટાયાં.
શુભમુહૂર્તે રાજા-રાણીએ પરમકૃપાનિધિ વિમલ મુનિવરના પાવન હસ્તે ચારિત્ર અંગીકાર કર્યું. નગરવાસીઓની સાથે નઘુષે રાજર્ષિના ચરણે વંદના
કરી.
નામ કોનું અમર રહ્યું?
એક દિવસ પહેલાં “મહારાજા હિરણ્યગર્ભનો જય હો!” ના પોકારો થતા હતા. આજે “મહારાજા નઘુષનો જય હો!' પોકારો થવા લાગ્યા!
નઘુષે રાજ્યની ધુરા હાથમાં લેતાં જ પહેલું કામ અયોધ્યાની સીમાને સુરક્ષિત કરવાનું કર્યું. કોણ કોણ અયોધ્યાના દુશ્મન રાજાઓ છે તેની તેણે તપાસ કરી લીધી. અયોધ્યાના વિશાળ રાજ્યનો ઝીણામાં ઝીણો ખ્યાલ મેળવી લીધો. તપાસ કરતાં તેને ખ્યાલ આવ્યો કે ઉત્તરાપથના રાજાઓનું જોર વધતું જાય છે, અને વહેલામોડા અયોધ્યા પર ત્રાટક્વાનો ઇરાદો રાખે છે. નઘુષે ઊગતા દુમનને દાબી દેવાની નીતિને અખત્યાર કરી.
તેણે મહામંત્રી અને મુખ્ય સેનાપતિને મંત્રણાગૃહમાં બોલાવ્યા અને પોતાની રાજનીતિ સમજાવી; “મારો વિચાર એમ છે કે આપણે આપણા ઊગતા શત્રુઓને ડામી દેવા જોઈએ. તમારી દૃષ્ટિએ તમને કોણ કેવા શત્રુઓ દેખાય છે?
મહારાજા, જ્યાં સુધી શત્રુ આપણા ઉપર હુમલો ન કરે, ત્યાં સુધી આપણે શા માટે એમનો નિગ્રહ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ?” મહામંત્રીએ પોતાનો વિચાર વ્યકત કર્યો.
‘ઉત્તરાપથના રાજાઓનો સરહદ પર શું રંજાડ નથી થતો?' નઘુષે સેનાપતિની સામે જોયું.
For Private And Personal Use Only