________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
સીતા-સ્વયંવર ત્યાં પૂજા-ભક્તિ કરી લેતા. ક્યારેક કોઈ ગામની ધર્મશાળામાં રહેતા તો ક્યારેક વનમાં વૃક્ષ નીચે રાત પસાર કરી લેતા.
તેઓ “કૌતુકમંગલ” નગરમાં પહોંચ્યા. નગરની શોભા અભુત હતી. તેમણે નગરમાં રાજા “શુભમતિ'ની પ્રશંસા સાંભળી. સાથે સાથે એમ પણ જાણવા મળ્યું કે શુભમતિ રાજા પોતાની પુત્રી ‘કૈકયીનો સ્વયંવર અલ્પ સમયમાં કરવા ચાહે છે. દશરથ અને જનકે સ્વયંવર સુધી “કૌતકમંગલમાં રોકાવાનો નિર્ણય કર્યો.
તેઓ બંને પ્રતિદિન કૌતુકમંગલ નગરમાં કૌતુક જોવા માટે નીકળી પડતા. નગરના લોકો પણ આ પ્રભાવશાળી અને પ્રતાપી પરદેશી યોગીઓને કૌતકથી જોઈ રહેતા. બન્નેએ કર્ણોપકર્ણ સ્વયંવરની તિથિ જાણી લીધી. સાથે સાથે, સ્વયંવરમાં કયા કયા રાજાઓ આવી રહ્યા છે એ પણ જાણતા રહ્યા. આવનાર રાજાઓનાં બળ, ઐશ્વર્ય, પ્રભાવ વિષે પણ નગરજનો પાસેથી તેમને ઘણી ઘણી જાણવા જેવી બાબતો સાંભળવા મળતી.
બંને યોગીઓએ નગરની બહાર, દૂર નદીના કિનારા પર એક શિવાલયમાં પોતાના નિવાસ રાખ્યો હતો. ધીરે ધીરે લોકો પણ ત્યાં જતા થયા હતા. બંને યોગી આવના૨ નગરજનોનો ઉચિત સત્કાર કરતા અને રાજ કન્યા વિશે, રાજા વિપે, નગર વિષે વિવિધ પ્રશ્નો પૂછી જરૂરી બાતમી મેળવી લેતા.
સ્વયંવરનો દિવસ નિકટમાં આવ્યો. લગભગ વીસ-પચ્ચીસ રાજાઓ અને સેંકડો રાજકુમારો કૌતુકમંગલ નગરમાં આવી ગયા હતા. રાજા શુભમતિએ સહુને રહેવાનો વગેરે ઉચિત પ્રબંધ સુંદર કર્યો હતો. રાત્રિનો સમય હતો.
શિવાલયમાં બન્ને રાજયોગી બેઠા હતા અને સ્વયંવરવિષયક વાતો કરી રહ્યા હતા. ત્યાં નગરમાંથી પાંચ-સાત ભક્તો આવી પહોંચ્યા. બન્ને યોગીઓનાં ચરણમાં નમસ્કાર કરી બેઠા. 'કહો, નગરમાં કુશળ છે ને?' દશરથે પ્રશ્ન કર્યો.
મહારાજ , કૌતુકમંગલ તો રાજાઓ અને રાજ કુમારોથી તથા તેમના હાથીઘોડા અને પરિવારથી ધમધમી ઉઠ્યું છે. આવનારમાંથી એક ગૃહસ્થ જવાબ આપ્યો. “આજે કોઈ નવા રાજા-મહારાજા આવ્યા!'
હા મહારાજ, આજે તો ઉત્તરાપથના સમ્રાટ જેવા “હરિવાહન' રાજા પધાર્યા છે. અમારા રાજાએ તેમનું ભારે સ્વાગત કર્યું.'
For Private And Personal Use Only