________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४४
રામ-લક્ષ્મણ અને શસ્ત્રબળ જોઈને મહારાજા દશરથ અતિપ્રસન્નતા અનુભવવા લાગ્યા. ભવિષ્યની અનેક યોજનાઓ તેમના મનમાં સ્ફરવા લાગી.
એક દિવસની વાત છે. મહારાજા દશરથ મગધની ભવ્ય રાજસભામાં સિંહાસનારૂઢ હતા. મંત્રીવર્ગ, શ્રેષ્ઠીવર્ગ અને સેંકડો અગ્રણી પ્રજાજનો રાજસભામાં પોતપોતાના યોગ્ય આસને બેઠા હતા. નૃત્યાંગનાઓનું નૃત્ય ચાલી રહ્યું હતું; ત્યાં દ્વારપાલે રાજસભામાં પ્રવેશ કર્યો અને મહારાજાને પ્રણામ કરી ઊભો રહ્યો. નૃત્ય સમાપ્ત થયું. દ્વારપાલે કહ્યું:
મગધસમ્રાટનો જય હો. અયોધ્યાના મહામંત્રી આપનાં દર્શન કરવા ચાહે છે.” મહામંત્રીને તરત જ સન્માનપૂર્વક લઈ આવ.'
મહારાજાએ મગધ મહામાત્ય વિરદેવ તરફ દૃષ્ટિ કરી. મગધ મહામાત્ય તો અયોધ્યાના મહામંત્રીના આગમનના સમાચાર સાંભળી ઊભા થઈ ગયા હતા. મહારાજાની અનુમતિ મળી જતાં વીરદેવ રાજસભાની બહાર ચાલ્યા, ત્યાં તો સામે જ મહામંત્રી શ્રીષેણ દેખાયા. એ જ ગંભીર મુખમુદ્રા, વિશાલ ભાલપ્રદેશ અને ધવલ કેશકલાપ! શ્રેત અધોવસ્ત્ર, પીત રેશમી ઉત્તરાસંગ અને રક્તવર્ણય ઉપાહ, બે હાથ પર સ્વર્ણમય ભુજાબંધ અને કટિતટ પર સુવર્ણ મેખલા. વીરદેવ શ્રીષેણનાં ચરણોમાં ઢળી પડ્યા. શ્રીષેણે વીરદેવને પોતાના બે હાથમાં પકડી ઊભા કરી દીધા. વીરદેવની આંખોમાં આંસુ ઊભરાયાં.
“વીરદેવ, હવે તું માત્ર સૈનિક નથી, પરંતુ મગધના વિશાળ સામ્રાજ્યનો મહામાત્ય છે! મારા તને આશીર્વાદ છે.'
શ્રીષેણ વીરદેવનો હાથ પકડી રાજસભામાં પ્રવેશ્યા. શ્રીષણે મહારાજા દશરથનું બે હાથ જોડી અભિવાદન કર્યું. દશરથ ઊભા થઈ મહામંત્રીને ભેટી પડ્યા અને પોતાની પાસે જ આસન પર બેસાડ્યા.
થોડી ક્ષણ મૌન પથરાયું. “કહો, મહામંત્રીજી અયોધ્યા કુશલ છે ને?' મહારાજા દશરથે પૂછ્યું.
મહારાજા, આપના પુણ્યપ્રતાપે અયોધ્યામાં કુશળતા છે, પરંતુ અયોધ્યા આપની રાહ જોઈ રહી છે.'
થોડી ક્ષણ મહારાજા દશરથ ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. તેમના
For Private And Personal Use Only