________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૫૩
બંન્ને મૌન હતાં. પરંતુ બંનેની મુખમુદ્રા વાત કરી રહી હતી. બંનેએ એકબીજાને સંમતિ આપી હતી. કુમાર કુંડલમંડિત અતિસુંદરીને રાજમહેલમાં લઈ જવા તૈયાર થયો, ત્યાં તેના મનમાં એક ભય પેદા થયો: ‘પિતાજી શું મારો આ સ્નેહસંબંધ કબૂલ કરશે? શું આ સુંદરીને તેઓ રાજમહેલમાં સ્થાન આપશે? પુત્રવધૂ તરીકે તેનો સ્વીકાર કરશે? ના, એ શક્ય નથી. પિતાજીના સ્વભાવને હું ઓળખું છું. મારા વિશ્વાસ પર આવેલી આ સુંદરીને ધક્કા મારીને બહાર કાઢવામાં આવે તો શું હું જોઈ રહું?'
કુંડલમંડિતનું ચિત્ત વિચારમાં પડી ગયું. અતિસુંદરીનું મન શંકામાં પડી ગયું ‘શું કુમારને મારો પ્રેમ સ્વીકાર્ય નથી?' તે સહસા બોલી ઊઠી.
‘કુમાર, શા વિચારમાં પડી ગયાં?' કુમાર વિચારનિદ્રામાંથી જાગ્યો, તેણે અતિસુંદરી સામે જોયું. અતિસુંદરી કુમારની ખૂબ નિકટમાં આવી ગઈ હતી, અનિમેષ નયને તે કુમારના મુખ સામે જોઈ રહી હતી. કુમાર અતિસુંદરીના લાવણ્યમય મુખ સામે જોઈ ધ્રૂજી ઊઠ્યો. તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા.
‘નહીં સુંદરી, આજથી તું મારી હ્રદયેશ્વરી છો... હું તને છોડીને નહિ જાઉં.’ જન્મજન્માંતરના સંસ્કારોનો જ્યારે ઉદય થાય છે, ત્યારે મનુષ્યનું જીવન ક્ષણમાં પલટાઈ જાય છે. ત્યાં એનો પુરુષાર્થ પાછળ રહી જાય છે! દુનિયા એના પુરુષાર્થની ભૂલ બતાવે છે... પરંતુ મનુષ્યના આત્મામાં પડેલા જન્મજન્માન્તરના સંસ્કારોનું પ્રેરકબળ દુનિયા શું જાણે! મનુષ્યના સારાનરસા સંસ્કારોનું પરિબળ હોય છે. એ સંસ્કારોના ઉદયને નિષ્ફળ કરવાનું સામર્થ્ય-વીર્ય લાખો મનુષ્યમાંથી કોઈ એકાદ મહાપુરુષમાં હોય છે. સારાનરસા સંસ્કારોનું પરિવર્તન કરવું, એ મામૂલી સામર્થ્યથી શક્ય નથી, તે માટે મહાન સામર્થ્ય જોઈએ. તે સામર્થ્ય ‘વીર્યાન્તરાયકર્મ’ના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. બધા જીવોના ક્ષયોપશમ સમાન ન હોઈ શકે. તેમાં કોઈ જીવ ક્ષયોપશમની મંદતાથી બૂરા સંસ્કારોના ઉદયને દબાવી ન શકે. શું તેથી તેનો આત્મા દોષપાત્ર છે? ના! એને તો તે સંસ્કારોને અનુસરવું જ રહ્યું!
રાજકુમાર કુંડલડતે અતિસુંદરીને પોતાના અશ્વ પર બેસાડી દીધી અને તેણે જંગલની વાટ પકડી. અતિસુંદરી ન સમજી શકી કે કુમારે રાજમહેલ તરફ ન જતાં જંગલના રસ્તો કેમ પકડ્યો? પરંતુ અશ્વ વાયુવેગે દોડી રહ્યો હતો. અત્યારે કુમારને પ્રશ્ન કરવો ઉચિત ન લાગ્યો. અતિસુંદરી પોતાની જિજ્ઞાસાને મનમાં દબાવી રાખીને બેસી રહી. એને એટલો સંતોષ હતો કે હવે
For Private And Personal Use Only