________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૫૧
નગરમાં વસુભૂતિનો જીવ રાજપુત્ર થયો. નામ પાડવામાં આવ્યું ચન્દ્રગતિ. અનુકોશાનો જીવ દેવલોકમાંથી આવ્યો અને તે પણ વૈતાઢ્ય પર્વત પર વિદ્યાધર રાજકુમારી બની, યૌવનમાં આવતાં ચન્દ્રગતિ સાથે તેનું લગ્ન થયું. પુષ્પવતી રથનૂપુર નગરની મહારાણી બની ગઈ.
સરસા :
કયાન સરસાને ઉઠાવી ગયો. જ્યારે સરસા કયાન સાથે ચાલી હતી, ત્યારે સરસાને કયાનના બૂરા ઇરાદાનો ખ્યાલ ન હતો, કારણ કે કયાન કપટ કરી સરસાને ભ્રમણામાં નાંખીને ઉપાડી ગયો હતો. બાદમાં કયાને સરસાને પોતાના મનની વાત કહી. સરસાનું હૃદય કંપી ઊઠ્યું. પ્રતિદ્રોહનું પાપ કરવા તે કેમે ય તૈયાર ન હતી. કયાનની પાપ વાસનાને સંતોષવા તેણે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. કયાને વિચાર્યું, ‘જે સ્ત્રીને મારા પ્રત્યે રાગ નથી, તેની સાથે સંબંધ રાખવાથી શું વિશેષ?' તે એક દિવસ સરસાને છોડીને ચાલ્યો ગયો.
સરસા એકલીઅટૂલી જંગલને માર્ગે આગળ વધી. એક ગામના પાદરમાં પહોંચી. તેને એક પવિત્ર-ચરિત્ર સાધ્વીનો સમાગમ થઈ ગયો. તેને સાધ્વીનું જીવન ગમી ગયું. તેણે પોતાની જિંદગીને સાધુતામાં વ્યતીત કરવાનો નિર્ણય કર્યો અને તે સાધ્વી બની, આત્મકલ્યાણમાં જીવ પરોવી જીવન પૂર્ણ કરી, ‘ઈશાન’ નામના દેવલોકમાં દેવ બની.
અતિભૂતિ :
સરસાના વિરહમાં ઝૂરો અતિભૂતિ તીવ્ર રાગ...તીવ્ર દ્વેષનો શિકાર બનતો ગયો. દિનપ્રતિદિન તેનું શરીર ક્ષીણ બનતું ગયું. એક દિવસ મૃત્યુએ તેના શરીરને ભસ્મ કરી દીધું.
અતિભૂતિનો આત્મા જાણે બીજી યોનિઓમાં સરસાને શોધવા લાગ્યો! સંસારની સેંકડો યોનિઓમાં ભટકતો ભટકતો તે એક સુંદર હંસ બન્યો. હજુ તો તે નાનો હતો. અને એક કૂતરાના હાથમાં ફસાઈ ગયો, અચાનક એક મહામુનિ ત્યાં આવી ચઢ્યા, કૂતરો હંસને છોડી ભાગી ગયો. હંસના પ્રાણ કંઠે આવી ગયા હતા. મહામુનિએ હંસને શ્રી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો. હંસના આત્માને શાંતિ મળી. મરીને તે ‘ફિક્ષર' દેવલોકમાં દેવ થયો. શ્રી નમસ્કાર મહામંત્રનો પ્રભાવ અચિત્ત્વ છે.
‘કિન્નર’નું દેવલોકમાંથી ચ્યવન થયું, વિદગ્ધનગરમાં જન્મ થયો. ‘પ્રકાશસિંહ’ રાજા અને ‘પ્રવરાવલિ' રાણીનો પુત્ર ‘કુંડલમંડિત’ બન્યો.
For Private And Personal Use Only