________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૫૫
બન્નેએ પેટ ભરીને ફળો ખાધાં અને પાણી પીધું. કુમાર જંગલમાંથી સૂકું ઘાસ લઈ આવ્યો અને શય્યા બનાવી. અશ્વ ઉપર બિછાવેલું રકતવસ્ત્ર કાઢીને તેણે શય્યા પર બિછાવી દીધું. બંનેએ રાત્રિ ત્યાં વ્યતીત કરી.
પ્રભાત થયું. કુમારે આ જંગલમાં મંગલ કરવા વિચાર્યું. અતિસુંદરીએ સંમતિ આપી. ત્યાં ઘાસની અને પર્ણની એક સુંદર ઝૂંપડી બનાવી. બન્ને તેમાં રહેવા લાગ્યાં.
કુમાર સવારે ચાલ્યો જતો, સંધ્યા સમયે પાછો આવતો. પાછો આવતો ત્યારે કંઈ ને કંઈ સંપત્તિ લઈને આવતો. ક્યારેક અશ્વ પર ધાન્યનાં પોટલાં ઉપાડી લાવતો, તો ક્યારેક સુંદર વસ્ત્રો લઈ આવતો.
અતિસુંદરી ક્યારેક પૂછતી કે આ બધું તે ક્યાંથી લાવે છે, પરંતુ કુમાર તેનો ઉત્તર ટાળી દેતો. અતિસુંદરીને શંકા પડી ગઈ હતી. પછી તેની શંકા દૃઢ બનતી ગઈ કે કુમારે લૂંટનો ધંધો પકડ્યો છે.
કુમારે ધીરેધીરે આજુબાજુના લૂંટારાઓને એકઠા કરવા માંડ્યા. કુમારની પલ્લીમાં પાંચસો લૂંટારાઓનાં ઝૂંપડાં વસી ગયાં. સહુનો સરદાર કુમાર, લૂંટારાઓ કુમારની ખૂબ મર્યાદા જાળવતા. ધીરેધીરે પલ્લીમાં કુમારનું ઝૂંપડું એક મહેલમાં ફેરવાઈ ગયું. કુમાર પોતાના સાથીદારોને સદૈવ પ્રસન્ન રાખતો. કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની પૂરી કાળજી રાખતો, અતિસુંદરી પણ ડાકુઓની સ્ત્રીઓ વચ્ચે હળીમળી ગઈ હતી અને એમના સુખે સુખી અને એમના દુ:ખે દુઃખી બનતી.
કુમારે લૂંટફાટના ક્ષેત્ર તરીકે અયોધ્યાના રાજ્યની ભૂમિ પસંદ કરી. રોજ તે અયોધ્યાના રાજ્યની સીમમાં ચાલ્યો જતો અને લૂંટ કરી પાછો પોતાની પલ્લીમાં આવી જતો.
તે શા માટે આ બધું કરતો હતો? કારણ કે તેને પુનઃ પિતાનું રાજ્ય પ્રાપ્ત કરવું હતું. આજીજીપૂર્વક નહીં પરંતુ બળપૂર્વક! તે પોતાનું એક સૈન્ય તૈયાર કરવા માગતો હતો. એ માટે વિપુલ ધનરાશિ તે ભેગી કરી રહ્યો હતો.
રોજ ને રોજ લૂંટફાટના સમાચાર મહારાજા દશરથને મળવા લાગ્યા. તેમણે તરત બાલચન્દ્ર નામના સામાને પાંચસો સુભટો સાથે રવાના કર્યો. કુંડલમંડિતને પણ સમાચાર મળી ગયા. પરંતુ તેણે સુભટો સાથે લડી લેવાનો નિર્ણય કર્યો. તેણે પોતાના સાથીદારોને નિર્ણય કહ્યો. સાથીદારો પણ કબૂલ થયા.
પરંતુ ભાગ્યે કુમારને સહારો ન આપ્યો. લડતાં-લડતાં કુમાર ભાલચન્દ્રના
For Private And Personal Use Only