________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતાનો જન્મ
૪૫૬ હાથમાં પકડાઈ ગયો. કુમારના સાથીદારોમાંથી ઘણા યુદ્ધમાં ખપી ગયા હતા. જે બચી ગયા હતા તે પલ્લીમાં ચાલ્યા ગયા. અતિસુંદરીને કુમારના પકડાવાના સમાચાર મળતાં મૂછિત થઈ ગઈ. ચોરોની સ્ત્રીઓ ભેગી થઈ ગઈ. મૂચ્છ દૂર થતાં તે રુદન કરવા લાગી. ચોર સ્ત્રીઓએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું સરદાર, ક્ષેમકુશળ પાછા આવી જશે.”
સુભટો કુમારને લઈને અયોધ્યા પહોંચ્યા. દશરથે કુમારને જેલમાં પૂરી દેવા આજ્ઞા કરી. કુમારના વ્યક્તિત્વથી દશરથ થોડા પ્રભાવિત તો થયા જ હતા. પાછળથી એ પણ ખબર પડી કે કુમાર તો વિદગ્ધનગરનો રાજ કુમાર છે! દશરથનો રોષ ઊતરી ગયો. તેમણે કુમારને સન્માન સહિત મુક્ત કર્યા.
કુમાર ત્યાંથી પલ્લી તરફ ચાલ્યો. રસ્તામાં જ મુનિચંદ્ર મહામુનિનો સંપર્ક થયો. માનવજીવનનું મૂલ્ય સમજાયું. જીવનનો આદર્શ સમજાયો. તેણે પોતાના જીવનમાં આમૂલ પરિવર્તન કર્યું. તેણે શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા અને તે પલ્લીમાં આવ્યો.
પલ્લીવાસીઓના હર્ષનો પાર ન રહ્યો. અતિસુંદરી કુમારને ભેટી પડી. ખૂબ રડી, કુમારે સાંત્વના આપી અને પોતાના જીવનપરિવર્તનની વાત કરી. ચોરીલૂંટને તિલાંજલિ આપ્યાની વાત કરી. સુંદરી ખુશ થઈ ગઈ. ચોરોની પલ્લી જોતજોતામાં તો આદર્શ ગામ બની ગઈ.
જો કે કુમારના હૃદયમાં પિતૃરાજ્ય લેવાની અભિલાષા જાગ્રત જ હતી, પરંતુ એ અભિલાષા પૂર્ણ થાય તે પૂર્વે જ તેનું મૃત્યુ થઈ ગયું. પતિના વિરહમાં અતિસુંદરીએ પણ પ્રાણત્યાગ કર્યો.
પેલો બિચારો પિંગલ? અતિસુંદરીના વિરહમાં ઝૂરતો ઉન્મત્ત બની ગયો. ભમતાં ભમતાં એને ગુપ્તાચાર્ય નામના મહામુનિ મળી ગયા. પિંગલ સાધુ બની ગયો, પરંતુ અતિસુંદરીને તે ભૂલી ન શકયો. અતિસુંદરીના પ્રેમને હૃદયમાં સંઘરીને તે મર્યો. મરીને તે સૌધર્મ દેવલોકમાં દેવ થયો.
કંડલમંડિત અને અતિસુંદરીના જીવ એક સાથે મિથિલાપતિ જનકની પત્ની વિદેહાની કુક્ષિમાં આવ્યા.
નવ માસ પૂર્ણ થયા. વિદેહાએ પુત્ર-પુત્રીના જોડલાને જન્મ આપ્યો.
૦
૦
૦
For Private And Personal Use Only