________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪પ૦
સીતાનો જન્મ જ્યારે અતિભૂતિને ખબર પડી કે તેની પત્ની સરસાને કયાન ઉઠાવી ગયો. ત્યારે તેનું ચિત્ત વિહ્વળ બની ગયું. તેના હૃદયને એક ધક્કો લાગ્યો.
તેની આંખ સામે ક્ષણમાં સરસાની સૌન્દર્યભરી દેહલતા આવે છે તો ક્ષણમાં કયાનનો ચહેરો દેખાય છે. અતિભૂતિના મનમાં તે બંને પ્રત્યે આગ પ્રગટી ગઈ. તે ઘર છોડી સરસાની શોધમાં નીકળી પડ્યો.
ગામ ગામમાં ભટક્યો, નગર-નગર શોધી વળ્યો, અનેક પહાડો, અનેક કોતરોમાં ભૂતની જેમ ભટકવા લાગ્યો, પરંતુ સરસા ન મળી.
વસુભૂતિ-અનુકોશઃ
પુત્ર અને પુત્રવધૂ-બંનેનો વિયોગ વૃદ્ધ વસુભૂતિ તથા અનુકોશા સહન ન કરી શક્યાં. તે બંને પણ ઘર છોડી નીકળી પડ્યાં. પુત્ર-પુત્રવધૂની ખોજમાં.
ઘણા દિવસો, ઘણા મહિના વીતી ગયા. પુત્રને તેની પત્ની ન મળી, માતાપિતાને ન પુત્ર મળ્યો કે ન પુત્રવધૂ મળી.
વસુભૂતિ અને અનુકશાને વનને માર્ગે એક મહાત્મા મળી ગયા.
સૌમ્ય મુખાકૃતિ જોઈને બંનેનાં હૃદય ભક્તિપૂર્ણ બની ગયાં. મુનિચરણમાં તેઓ વંદન કરી અને નીચે બેસી ગયાં.
જીવનથી તેઓ ઉદ્વિગ્ન હતાં. મહામુનિએ સમગ્ર સંસારથી તેમને ઉદ્વિગ્ન બનાવ્યાં! સંસારનાં દુઃખ જેવી રીતે અશાન્તિ આપે છે તેવી રીતે સંસારનાં સુખ પણ અશાન્તિ પેદા કરે છે! પુત્ર સંસારનું સુખ ગણાય છે, એ પુત્રનું સુખ આજે વસુભૂતિ-અનુકશાને દુઃખી બનાવી રહ્યું છે! પત્ની સંસારનું સુખ ગણાય છે. એ પત્નીનું સુખ જ આજે અતિભૂતિને ભૂતની જેમ પૃથ્વી પર ભટકાવે છે!
વૃદ્ધ વસુભૂતિએ મહામુનિનાં ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું. ભાગવતી દીક્ષા ગ્રહણ કરી લીધી.
અનુકોશા કમલશ્રી આર્યા પાસે પહોંચી ગઈ અને તેણે પણ ચારિત્ર સ્વીકારી
લીધું.
હવે?
મુનિ વસુભૂતિ અને આર્યા અનુકશાનાં મન પ્રશાન્ત બની ગયાં. સંસારસ્વરૂપના વાસ્તવિક ચિંતનમાં પુત્રવિહરનું દુઃખ ભુલાઈ ગયું. આત્મધ્યાનમાં લીન બની ગયાં.
એક દિવસ તેમણે માટીની કાયા છોડી દીધી. “સૌધર્મ' નામના પહેલા દેવલોકમાં બંને દેવ થયાં. આયુષ્ય પૂર્ણ થયું અને વૈતાઢ્ય પર્વત પર રથનૂપુર
For Private And Personal Use Only