________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४८
રામ-લક્ષ્મણ આંખોમાં આજે ચમક ન હતી, ઉલ્લાસ ન હતો, ઉમંગ ન હતો, તેઓ રાજગૃહીના રાજમાર્ગો પર એકઠા થયેલા અમાપ માનવ-મહેરામણને જોઈ રહ્યા હતા. માનવ-મહેરામણ જાણે કહી રહ્યો હ: અમારા વહાલા રાજકુમારો, તમે અમને ન ભૂલી જશો. ભલે મહારાજા અયોધ્યાપતિ હો, તમે તો મગધની માટીમાં જન્મ્યા છો; મગધની માટીમાં ખેલ્યા છો, તમે તો અમારા મગધસમ્રાટ છો! મગધને ન ભૂલશો.”
મહારાજા દશરથના રથની પાછળના રથમાં મહાદેવી અપરાજિતા અને સુમિત્રા આરૂઢ હતાં. તેમની પાછળના રથમાં કિકેયી અને સુપ્રભા બેઠેલાં હતાં. રથો મંદ ગતિએ ચાલી રહ્યા હતા.
ત્રણે રથોની પાછળ મગધના દંડનાયક વીરદેવ અશ્વારૂઢ બનીને ચાલી રહ્યા હતા. તેમની આંખો સૂજી ગઈ હતી, છતાં તેમાંથી આંસુ સુકાતાં ન હતાં. વીરદેવની સાથે જ અયોધ્યાના મહામાત્ય શ્રીષણનો અશ્વ ચાલી રહ્યો હતો! તેમની મુખમુદ્રા ગંભીર હતી. જાણે માનવજીવનનાં મૂલ્યોને સમજવા હજુય તેઓ પ્રયત્ન કરી રહ્યા હોય! નિશ્ચિત કરેલા મૂલ્યોમાં જાણે પરિવર્તન કરવા તેમનું મન ચેષ્ટા કરી રહ્યું હોય!
પાછળ અશ્વદળ, હસ્તીદળ અને પાયદળની ટુકડીઓ ચાલી આવતી હતી,
રાજગુહીની સીમા આવવા લાગી. કોઈ પાછું જવા તૈયાર ન હતું. “પાછા વળો.” કહેવા કોઈની જીભ ઊપડતી ન હતી. સહુએ ચાલ્યા કર્યું. અચાનક મહારાજા રથ અટકી ગયો. તેઓ રથમાં ઊભા થઈ ગયા. પોતાના બંને હાથ ઊંચા કરી મગધપ્રજાને નમસ્કાર કર્યા અને પ્રજાનું કરૂણ આકંદ ફાટી પડ્યું. મહારાજા અંતિમ સંદેશ દેવા ઊભા થયેલા, પરંતુ તેઓ કંઈ જ ન બોલી શક્યા, માત્ર તેમને પોતાના હાથથી પ્રજાજનોને પાછા વળવા ઇશારો કર્યો અને તેઓ બેસી ગયા.
રથે ગતિ પકડી. પ્રજાજનો બે બાજુ ઊભાં રહી ગયાં. તેમના દેખતાં દેખતાં જાણે તેમનું સર્વસ્વ ચાલ્યું ગયું. દૂર દૂર ચાલ્યું ગયું.
૦
૦
૦
For Private And Personal Use Only