________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
४४७ માટે જ છે. પ્રાણ અને અયોધ્યા એકમેક બની ગયાં છે, પરંતુ હવે કુદરત એ સંબંધ લાંબો સમય નહીં ટકવા દે.'
પૂજ્ય, અમે માતાજી અને પિતાજી પાસેથી આપની અયોધ્યા-સેવાની અનેક રોમાંચક. ભવ્ય... તેજસ્વી વાતો સાંભળી છે. પિતાજીની ગેરહાજરીમાં વર્ષો સુધી આપે અયોધ્યાના શાસનને ચલાવ્યું છે. આપની વફાદારી, કર્તવ્યનિષ્ઠા, મહાન બુદ્ધિમત્તા, અદ્ભુત શૌર્ય અને સાહસ આ બધું અમારા હૃદયને ગગદ્ કરી નાખે છે. આ બધું આપના વ્યક્તિત્વને સેંકડો-હજારો લાખ વર્ષ સુધી અજર-અમર રાખશે. આપની સેવાને અયોધ્યા કદી નહીં ભૂલે.”
કુમાર, તમારો વિનય ઈક્વાકુકુલને ઉજ્જવલ કરનાર છે.” “ભગવાન ઋષભદેવની કૃપા.”
0 0 0 આજે રાજગૃહી શોકસાગરમાં ડૂબી ગઈ હતી. લાખ લાખ આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. સ્ત્રી અને પુરુષ, બાલ અને વૃદ્ધ, તરુણ અને યુવાન... સહુ અમાસની અંધારી રાતના નિગૂઢ અંધકાર જેવી વ્યથા અનુભવી રહ્યાં હતાં. સૂર્ય પણ જાણે નિસ્તેજ બની ગયો. કુલવધૂઓના રુદનનાં હીબકાં પથ્થર-હૃદયોને પણ પીગળાવી રહ્યાં હતાં. આજે મગધ સામ્રાજ્યનાં ગામ-નગરોમાંથી લાખો સ્ત્રી-પુરુષ રાજગૃહીમાં ઊભરાયાં હતાં, શા માટે?
આજે મહારાજ દશરથનું રાજ કુલ અયોધ્યા તરફ પ્રયાણ કરી રહ્યું હતું. જે રાજ કુલે માગધ-પ્રજાને પ્રેમનું અમૃતપાન કરાવ્યું હતું, જે માગધ પ્રજાએ રાજકુલને પ્રેમ-સ્નેહની સરિતામાં ભીંજવી નાખ્યું હતું. તે રાજ કુલ આજે મગધભૂમિને છોડી જઈ રહ્યું હતું ન હતો આનંદ જનારાંઓને, ન હતો વિદાય આપનારાઓને! જનારાઓને જવું પડતું હતું, વિદાય આપનારાંઓને આપવી પડી રહી હતી. બંનેનાં હૃદય દુઃખી હતાં; બંનેને આ સંસારનાં કર્તવ્યોને અનુસરતાં હૃદય પર પથ્થર મૂકવા પડતા હતા. હાય આ જ સંસારની અસારતા છે!
આજે લાખો આંખો મગધ-સમ્રાટ દશરથના દેદીપ્યમાન ઉજ્વલ સુવર્ણરજતમય રથ પર નથી મંડાઈ, પરંતુ એ રથમાં શૂન્યમનસ્ક બની બેઠેલા પ્રજાના પરમ પ્રિય દશરથ પર મંડાઈ હતી. એક સમ્રાટ તરીકે દશરથની આંખો દર્દભરી બની ન હતી, પરંતુ એક પ્રજાપ્રેમી તરીકે દશરથ દર્દ અનુભવી રહ્યા હતા.
દશરથની આજુબાજુ દેવકુમાર-દશ રામ અને લક્ષ્મણ બેઠા હતા. તેમની
For Private And Personal Use Only