________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४७
રામ-લક્ષ્મણ
કુમારો અયોધ્યાના મહામાત્ય શ્રીષેણને પ્રણામ કરો.' બાજુમાં એક ભદ્રાસન પર બેઠેલા વયોવૃદ્ધ મહામાત્ય શ્રીષેણ સામે જોઈને બંને કુમારોએ ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. અપરાજિતાએ બંને કુમારોને પોતાની બે બાજુ બેસાડી તેમના માથે વાત્સલ્યભર્યા હાથ મૂકી કહ્યું:
“કુમારો, આ મહામાત્ય શ્રીષેણ છે કે જેમના માટે મેં તમને ઘણી ઘણી વાર્તા કરી છે. આજે તેઓ આપણને અયોધ્યા લઈ જવા માટે અહીં પધાર્યા છે.”
એ ઉપરાંત ઈવાકકલનાં બે તેજસ્વી રત્નોનાં દર્શન કરવાની પણ અભિલાષા પૂર્ણ કરવા આવ્યો છું. મારી એ અભિલાષા આજે પૂર્ણ થઈ!”
શ્રીષેણ બંને રાજકુમારો તરફ વાત્સલ્યમયી દૃષ્ટિ નાખતાં બોલ્યા. રામલક્ષ્મણ પણ અયોધ્યાના પીઢ મુત્સદી અને વફાદાર મહામાત્ય તરફ એકીટશે જોઈ રહ્યા.
પૂજ્ય, મગધનો મોહ જલદી ત્યજાય એવો નથી..” શ્રી રામે કહ્યું.
કુમાર, મગધને આપનો મોહ એવો લાગી ગયો છે, કે એમના માટે તમારો વિરહ વ્યથા પેદા કરનારો છે.પરંતુ...'
પરંતુ શું પૂજ્ય?' પરંતુ આપને અયોધ્યા પધારવું આવશ્યક છે.' “શાથી?'
કુમારના પ્રશ્ન મહામંત્રીને વ્યથિત કરી દીધા. વયોવૃદ્ધ મહામંત્રીના મુખ પર ગ્લાનિ ઊપસી આવી. તેમની આંખો સજલ બની ગઈ. તેમની દૃષ્ટિ વાતાયનની બહાર દૂર દૂર રાજગૃહીની પહાડીઓ તરફ દોડી ગઈ...
કુમાર, ભગવંત ઋષભદેવના ઈવાકુવંશના અસંખ્ય રાજાઓ અયોધ્યાના રાજસિંહાસનને કૃતાર્થ કરતા આવ્યા છે. કુમાર, આજે અયોધ્યાનું રાજસિંહાસન સૂનું છે. વર્ષો વીતી ગયાં, મહારાજા દશરથ જ્યારથી અયોધ્યા છોડી ગયા છે, ત્યારથી અયોધ્યાની પ્રજા આંતરિક મનોવ્યથા અનુભવે છે. વળી...'
વળી... શું મહામાત્ય?' અપરાજિતા બોલી. ‘મહાદેવી, હવે મારું શરીર પણ જર્જરિત થયું છે. વૃદ્ધાવસ્થાએ મને ઘેરી લીધો છે, ક્યારે હવે આ કાયાનું પિંજર પડી જાય...”
નહીં. નહીં, મહામંત્રીજી, હજુ અયોધ્યાને આપની સેવા ખૂબ જરૂરી છે...' અપરાજિતાનો સ્વર કોમળ બની ગયો.
મહાદેવી, જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તે પ્રાણ અયોધ્યા
For Private And Personal Use Only