________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૨
સીતાનો જન્મ કયાન :
અતૃપ્ત ભોગવાસના લઈને કયાન ભટકતો રહ્યો. તેણે દીર્ઘકાળ સંસારમાં પર્યટન કર્યું. અનેક ભવો ભટક્યા પછી ચક્રપુર નગરમાં રાજપુરોહિત ધૂમકેશના ઘેર તેનો જન્મ થર્યો. તેનું નામ પિંગલ' પાડવામાં આવ્યું.
ચક્રપુરના મહારાજા ચક્રધ્વજની પુત્રી અતિસુંદરીનું અધ્યયન જે અધ્યાપક પાસે ચાલતું હતું, પિંગલ એ જ અધ્યાપક પાસે અધ્યયન કરવા આવતો હતો. કેટલાંક વર્ષો વીત્યાં, પિંગલ અને અતિસુંદરી પરસ્પર અનુરાગી બન્યાં. એક દિવસ પિંગલ અંતિસુંદરીને લઈને ભાગી ગયો. બંને વિદગ્ધનગરમાં પહોંચ્યાં.
કયાન! દુર્ભાગી કયાન! પિંગલ બન્યો. રાજ-પુરોહિતનો પુત્ર બન્યો, છતાં ભોગની ભૂખ ભાંગી નહીં! રાજકુમારી અતિસુંદરીને લઈ વિદગ્ધનગરમાં આવ્યો પણ ત્યાં આજીવિકા કેવી રીતે ચલાવવી, એ સમસ્યા ઊભી થઈ, અતિસુંદરીના દુઃખની કોઈ સીમા ન રહી. પિંગલમાં કોઈ કલાવિજ્ઞાન તો હતું નહીં. તે જંગલમાંથી લાકડાં કાપી લાવી, નગરમાં વેચવા લાગ્યો અને એ રીતે આજીવિકા ચાલવા લાગી.
અતિસુંદરીનો પ્રેમ ઓસરવા લાગ્યો. પિંગલને તે વારંવાર ટોકવા લાગી, કટુ શબ્દો બોલવા લાગી. બંનેનો ઘરસંસાર દુઃખમય બની ગયો.
એક દિવસ પિંગલ લાકડાં કાપવા જંગલમાં ગયો. અતિસુંદરી ઝૂંપડીની બહાર વૃક્ષની નીચે જઈને બેઠી.મધ્યાહુનની વેળા હતી. તેનું ચિત્ત બાહ્ય દુઃખ અને આંતરિક સંતાપથી સંતપ્ત હતું. તે રાજકુમારી હતી. રાજવૈભવને આવેશમાં ત્યજી દઈ તેણે પિંગલ સાથે ઘરવાસ માંડ્યો હતો. પરંતુ પિંગલની દરિદ્રતાએ અને વૈભવના આકર્ષણે તેના ચિત્તમાં ચંચળતા પેદા કરી દીધી હતી. તે પોતાના દુર્ભાગ્યને દોષ દઈ રહી હતી, ત્યાં તેની સામે એક અશ્વ આવીને ઊભો રહ્યો. અશ્વ ઉપર પરસેવાથી રેબઝેબ એક રાજકુમાર હતો. વૃક્ષની છાયા નીચે અશ્વ ઊભો રાખી રાજકુમાર નીચે ઊતર્યો; અતિસુંદરીની પાસે આવીને ઊભો.
રાજકુમારની દૃષ્ટિ અતિસુંદરીના સુંદર દેહ પર ચોંટી ગઈ. અતિસુંદરીની આંખો રાજ કુમારની તેજસ્વી મુખમુદ્રા પર સ્થિર થઈ ગઈ. બસ, એકબીજા પ્રત્યે અનુરાગ પ્રગટ થઈ ગયો. પૂર્વભવની પ્રીતિ પુનઃ જાગ્રત થઈ ગઈ. અતિસુંદરી રાજકુમાર કુંડલામંડિતની પાસે આવી ઊભી રહી ગઈ.
For Private And Personal Use Only