________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૩
જેન રામાયણ મહારાજા દશરથ પાસે જઈને તેણે સ્વપ્નનું નિવેદન કર્યું. સ્વપ્ન સાંભળીને દશરથ ખૂબ આનંદિત થયા, અને કહ્યું
દેવી, આ રીતે ગજ, સિંહ, ચંદ્ર, અગ્નિ, શ્રીદેવી અને સમુદ્ર, સાત સ્વપ્નો વાસુદેવના જન્મનું સૂચન કરતાં હોય છે. અવશ્ય તમારી કુક્ષિમાં વાસુદેવ બનનાર જીવનું આગમન થયું છે.”
મહારાજાનું કથન સાંભળી સુમિત્રાએ હર્ષ વ્યક્ત કર્યો. ગર્ભનું સુયોગ્ય પાલન કરી સુમિત્રા કાળ નિર્ગમન કરવા લાગી. નવ મહિના પૂર્ણ થતાં સુમિત્રાએ પુત્રરત્નને જન્મ આપ્યો. જાણે જગતનો મિત્ર પૃથ્વી પર અવતર્યો! રાજાએ નગરમાં સર્વ જિન ચૈત્યોમાં અષ્ટ પ્રકારી પૂજાઓ રચાવી, મહાન જિન-જન્માભિષેકનો મહોત્સવ ઊજવ્યો. કારાવાસમાં રહેલા કેદીઓને મુક્ત કરી દીધા, વિપુલ દાન દેવા માંડ્યું. પુરૂષોત્તમનો જન્મ સહુ જીવોના સુખ માટે થાય છે. રાજા-પ્રજા સહુએ અપૂર્વ સુખનો અનુભવ કર્યો.
શ્રી રામના જન્મ મહોત્સવ કરતાં પણ સુમિત્રાનંદનનો જન્મ મહોત્સવ અતિ ભવ્યતાથી મહારાજા દશરથે ઊજવ્યો. તેમાં કારણ હતું સુમિત્રાનંદનનું વાસુદેવપણાનું પુણ્ય!
પુત્રનું નામ પાડવામાં આવ્યું “નારાયણ'. નારાયણ વિશ્વમાં “લક્ષ્મણ' તરીકે પ્રસિદ્ધ થયા.
રામ અને લક્ષ્મણની જોડીએ મગધને મોહી લીધું. જે કોઈ રામ-લક્ષ્મણને જોતું તેની આંખો ઠરી જતી. હૃદયમાં પ્રેમની ધારા વહેવા માંડતી. તેમનું રૂપ, તેમનું લાવણ્ય, તેમની વાણી.. બધામાં એવી મોહિની ભરી હતી કે મહારાજા દશરથ જ નહીં, મહારાણી અપરાજિતા કે સુમિત્રા જ નહીં, પરંતુ અનેક રાજા-મહારાજાઓ અને નગરજનો, રામ-લક્ષ્મણને જોઈ જોઈ આનંદવિભોર બની જતા.
ધાવમાતાઓ દ્વારા બંનેનું લાલન-પાલન થવા માંડ્યું. કાળના નિરંતર વહી રહેલા પ્રવાહમાં બંને ભાઈઓનો બાલ્યકાળ વીતી ગયો અને તરુણાવસ્થામાં પ્રવેશ થયો. મહારાજાએ બંનેના વિદ્યાભ્યાસ માટે કુશળ કલાચાર્યો, વિદ્યાચાર્યોની નિયુક્તિ કરી. પરંતુ કલાચાર્યો-વિદ્યાચાર્યો તો સાક્ષી માત્ર રહ્યા, રામ-લક્ષ્મણ તો એવો ક્ષયોપશમ લઈને જ જન્મ્યા હતા કે અલ્પકાળમાં જ તેમણે સર્વ કલાઓ અને વિદ્યાઓ પ્રાપ્ત કરી લીધી.
પ્રતિદિન તેઓનું શસ્ત્રકોશલ્ય પ્રજાજનોને જોવા મળતું. તેઓનું કાયબળ
For Private And Personal Use Only