________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૪૧ અનુમોદન કર્યું. સભાનું વિસર્જન થયું. મહારાજા શુભમતિએ કૌતુકમંગલ તરફ પ્રયાણ કર્યું. બીજી બાજુ સોમપ્રભ અને વિક્રમરાજ પણ થોડો સમય રાજગૃહીનું આતિથ્ય ભોગવી પોતપોતાના સ્થાને રવાના થયા. મહામાત્ય શ્રીષેણ તો ક્યારનાય અયોધ્યા પહોંચી ગયા હતા, કારણ કે ત્યાંથી મહારાજ્ઞી અપરાજિતા તથા સુમિત્રાને રાજગૃહી મોકલવાની હતી.
અંજલિ રાજગૃહીમાં રોકાઈ હતી કારણ કે કેકેયી રાજગૃહી આવી રહી હતી.
વીરદેવ મગધના રાજ્યને સુવ્યવસ્થિત કરવામાં પરોવાઈ ગયો હતો. ઘણા દિવસથી તે અંજલિને પણ મળ્યો ન હતો. એક દિવસ અચાનક વીરદેવ અંજલિ સામે આવી ઊભો:
મગધ-મહામાત્ય વીરદેવનો જય હો!' અંજલિએ વ્યંગમાં ઊભા થઈને સ્વાગત કર્યું! મગધ-મહામાત્ય ન કહે, અંજલિ-બંધુ કહે!” મારા બંધુની જય હો!” વિચારીને કહે છે? એમાં શું વિચારવાનું? એ કે હું તારો ભાઈ છું?' અંજલિ વરદેવ સામે જોઈ રહી. વીરદેવની આંખો ભીની હતી.
વીરદેવ, તારા જેવા પરાક્રમી અને સાત્ત્વિક પુરુષને ભાઈ બનાવીને હું કૃતાર્થ બની છું.'
અંજલિ ખરેખર આપણે ભાઈ-બહેન છીએ...”
હા, તારા અને મારા પિતા એક છે... માતા ભિન્ન!' અંજલિ વીરદેવ સામે સ્તબ્ધ બની જોઈ રહી.
મહારાજ શુભમતિએ અહીંથી જતાં જતાં મને ખાનગીમાં બોલાવી કહ્યું...” વીરદેવે વાતને સ્પષ્ટ કરી. અંજલિ ગંભીર વિચારમાં ડૂબી ગઈ. થોડી ક્ષણો પછી તેણે કહ્યું:
વીરદેવ, હું કૌતુકમંગલ જઈશ.' અંજલિએ બોલી તો નાંખ્યું પરંતુ વિરદેવની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી.
૦
૦
૦
For Private And Personal Use Only