________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૯
જૈન રામાયણ
રાજગૃહીમાં મહારાજા દશરથની આણ વર્તાવી દેવામાં આવી. મહારાજા દશરથે સોમપ્રભ, વિક્રમરાજ અને અંજલિ સહિત રાજગૃહીના રાજમહાલયમાં પ્રવેશ કર્યો. સમ્રાટના અંતઃપુરમાં કારમું આકંદ થઈ રહ્યું હતું. દશરથે અંતઃપુરમાં સાંત્વનાનો સંદેશ મોકલ્યો અને નગરમાં અભયનો ઢંઢેરો પિટાવી દીધો. પ્રજાજનો ભયમુક્ત બન્યા.
નવા રાજ્યની વ્યવસ્થાનું કાર્ય સોમપ્રભ અને વિક્રમરાજને સોંપી મહારાજા દશરથ શુભમતિ અને વીરદેવ પાસે ગયા. બંનેની હાલતમાં સારો સુધારો હતો. અંજલિ બંનેની સેવામાં તત્પર હતી. સંધ્યા સમયે મગધસમ્રાટના શરીરનો સન્માનપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.
બીજે દિવસે સર્વપ્રથમ કાર્ય મહામંત્રી શ્રીષેણને કારાવાસમાંથી મુક્ત કરવાનું કરવામાં આવ્યું. ખુદ મહારાજા દશરથ પોતે કારાવાસમાં જઈને શ્રીષેણને ભેટી પડ્યા. શ્રીષણને લઈ દશરથ રાજસભામાં આવ્યા.
રાજસભામાં એકબાજુ બંદી અવસ્થામાં મગધ મહામાત્ય, સેનાપતિ સુગુપ્ત, દંડનાયક સુમન તેમજ અન્ય સૈન્ય-અધિકારીઓને ખડા કરવામાં આવ્યા હતા. બીજી બાજુ મહામંત્રી શ્રીષેણ, સોમપ્રભ, વિક્રમરાજ, વીરદેવ વગેરે પોતપોતાના આસન પર આરૂઢ થયા હતા.
સિંહાસન પર મહારાજા દશરથ બિરાજિત થયા હતા. તેમની પાસે જ બીજા સિંહાસન પર મહારાજા શુભમતિ બિરાજમાન હતા. નગરના અગ્રગણ્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. રાજસભાનો પ્રારંભ મગધના મંગલ-પાઠકોએ ભગવાન ઋષભદેવની સ્તુતિ દ્વારા કર્યો. ત્યારબાદ મહારાજા દશરથે આજ્ઞા કરી;
યુદ્ધ-કેદીઓને મુક્ત કરી દો.” વીરદેવ આગળ આવ્યો અને સર્વ પ્રથમ મગધ-મહામાત્ય મણિરત્નનાં બંધન ખોલી નાંખ્યાં. ત્યાર પછી સુગુપ્ત, સુમન વગેરેને પણ બંધનમુક્ત કરવામાં આવ્યા. મહારાજાની આજ્ઞાથી તેમને ડાબી બાજુનાં આસનો પર બેસાડવામાં આવ્યા. મહારાજા દશરથે મગધ-વિજયમાં જેમણે જેમણે સહાય કરી તેમની પ્રત્યે આભાર પ્રદર્શિત કર્યો. મહારાજા શુભમતિને સર્વ પ્રથમ યાદ કરી ધન્યવાદથી વિભૂષિત કર્યા. ત્યારબાદ વીરદેવનાં સાહસ, શૌર્ય, વફાદારી અને કુશળતાની ખૂબ પ્રશંસા કરી, વીરદેવને પાસે બોલાવી રત્નજડિત ખડગ ભેટ કર્યું. પછી સમ્રાટ હરિવાહનના સેનાપતિ વિક્રમરાજના બેજોડ પરાક્રમને
For Private And Personal Use Only