________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४०
મગધવિજય બિરદાવી સન્માન કર્યું. મિથિલાના મહામંત્રી સોમપ્રભની અભુત વીરતાની પ્રશંસા કરી દશરથે તેમને વારંવાર ધન્યવાદ આપ્યા.
સહુથી છેલ્લે દશરથે અંજલિદેવીને યાદ કરી... “અંજલિની હું કયા શબ્દોમાં પ્રશંસા કરું? તે વીરપુત્રી છે, તેની સૂક્ષ્મ બુદ્ધિ, અભુત વીરતા અને ભયાનક સંકટોનો મુકાબલો કરવાનું સાહસ અવર્ણનીય છે. ખરેખર મહારાજા શુભમતિએ અંજલિને મગધ-અભિયાનમાં અવસર આપી, યોગ્ય સન્માન કર્યું છે. હું એ કન્યારત્નનું કેવું સન્માન કરું ?
અંજલિ ભૂમિ પર દૃષ્ટિ રાખીને પોતાના પિતા પાસે બેઠી હતી. તેની દૃષ્ટિ વીરદેવ પર કયારેક જતી હતી. જાણે કે મગધવિજયનો સંપૂર્ણ યશ તે વીરદેવને આપવા ચાહતી હતી. ત્યાં મહારાજા દશરથે ઘોષણા કરી;
હું આજથી વીરદેવને મગધ-સામ્રાજ્યના મહામાત્ય તરીકે જાહેર કરું છું...” સભામાં આનંદના પોકાર થવા લાગ્યા, વીરદેવ આસન પરથી ઊઠીને મહારાજ સમક્ષ આવ્યો. મહારાજાએ મંત્રીપદની મુદ્રિકા અર્પણ કરી, નતમસ્તકે વીરદેવે મંત્રીપદની મુદ્રિકા ગ્રહણ કરી અને કહ્યું :
હું વિરદેવ, પરમાત્માની અને મારા આત્માની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ રહેશે ત્યાં સુધી હું મગધ સામ્રાજ્યને અને મગધ સમ્રાટને વફાદાર રહીશ.'
પુનઃ જોરશોરથી આનંદના પોકારો થવા લાગ્યા.
ત્યારબાદ મહારાજા દશરથે મણિરત્નને, સુગુપ્તને અને સુમનને પણ રાજ્યના ઉચ્ચ સ્થાનો પર સ્થાપિત કરી, તેમનું યશોચિત સન્માન કર્યું. તેમણે પણ તે સન્માન સ્વીકારી વફાદારી જાહેર કરી. અંતે મહારાજા દશરથે પોતાની નીતિ જાહેર કરતાં કહ્યું:
હું જાણું છું કે મગધમાં ધર્મના નામે નિરપરાધી લાખો પશુઓના બલિદાન દેવામાં આવે છે. સેંકડો નિરપરાધી નિર્દોષ મનુષ્યોને જીવતા ને જીવતા અગ્નિમાં હોમી દેવામાં આવે છે. આ ભયંકર વિકૃતિને હું તત્કાળ મિટાવવા માગું છું. સર્વ જીવોને જીવવાનો અધિકાર છે. જીવો અને જીવવા દો.' ભગવાન ઋષભદેવની આ કલ્યાણકર સંસ્કૃતિને હું ફેલાવવા માગું છું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સંસ્કૃતિમાં સર્વ જીવો સુખી બનશે. તમે સહુ તન-મનથી આ સંસ્કૃતિને સ્વયં જીવનમાં જીવીને તેનો પ્રચાર કરશો તેવી મને શ્રદ્ધા છે.'
મહારાજાની ભાવના અવશ્ય સફળ થશે.”મહામાત્ય વીરદેવે ઊભા થઈ
For Private And Personal Use Only