________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮.
મગધવિજય દીધું. એક પ્રહાર કરી સુગુપ્તના ખડગને તોડી નાખ્યું અને વીજળી વેગે તેના પર કૂદી પડી જમીનદોસ્ત કરી દીધો. તેની છાતી પર ખડગ ધરી દીધું.
અયોધ્યાના સુભટો સુગુપ્તને પકડીને પોતાની શિબિરમાં લઈ ચાલ્યા. સોમપ્રભ પૂર્વદ્વારે પહોંચી ગયા અને દ્વાર ખોલી નાખ્યાં. અયોધ્યાના સુભટો દ્વાર પર ગોઠવાઈ ગયા. ચતુર્થ પ્રહરની અંતિમ ઘટિકા ચાલી રહી હતી, બહાર સમ્રાટનું દશરથ સાથે ઘોર યુદ્ધ ચાલી રહ્યું હતું. વીરદેવે જોયું તો પૂર્વદ્વાર ખૂલી ગયું હતું. તે દશરથ પાસે જઈ પહોંચ્યો.
આપ નગરીમાં પ્રવેશ કરી દો.” દશરથ પ્રવેશદ્વાર તરફ વળ્યા. અહીં વીરદેવે સમ્રાટની ખબર લેવા માંડી. શબલ અને અંજલિ પણ આવી પહોંચ્યાં. ત્રણ બાજુથી સમ્રાટ પર સખત પ્રહાર થવા લાગ્યા. ઘવાયેલો સમ્રાટ ઊછળ્યો. વીરદેવના માથા પર મુગરનો પ્રહાર કરી દીધો. વીરદેવ લોહી વમતો ભૂમિ પર આળોટવા લાગ્યો. શંબલે વીરદેવને તત્કાલ ઉઠાવી લીધો અને તે ચાલ્યો ગયો. અંજલિ ક્રોધથી ધમધમી ઊઠી. તેણે રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું અને સમ્રાટ સાથે ઝઝૂમવા લાગી. વીરદેવ ઘવાયાના સમાચાર દશરથને મળ્યા. સોમપ્રભ દશરથ પાસે જ ઊભા હતા. તે દોડ્યા અને યુદ્ધમેદાન પર આવી પહોંચ્યા. પરંતુ અંજલિએ તેમને રોક્યા અને કહ્યું:
“મારા પિતાને ઘાયલ કરનાર અને મારા સાથીદારને ભૂમિ પર પટકનાર અધમ સમ્રાટને હું જ યમલોકમાં પહોંચાડીશ.”
અંજલિએ એક ભાલાનો ઘા કરી સમ્રાટના મુગટને તોડી નાખ્યો અને બે હાથમાં કરાળ કાળ જેવી તલવારો સાથે તે સમ્રાટને હંફાવવા લાગી. સમ્રાટના એક એક ઘાને ચૂકવી તેણે સમ્રાટને થકવી નાખ્યો તેણે એક સખત પ્રહાર કરી સમ્રાટના એક હાથને શરીરથી જુદો કરી દીધો અને બીજો પ્રહાર કરી સમ્રાટના ઉદરને ચીરી નાંખ્યું...
સમ્રાટ પડ્યા. અયોધ્યાપતિ દશરથે રાજગૃહના દ્વાર પર ફરકતા મગધધ્વજને હટાવી અયોધ્યાના ધ્વજને ફરકાવી દીધો. અયોધ્યાના સૈન્ય મહારાજા દશરથનો જય જયકાર બોલાવ્યો.
ઉત્તરની પહાડીઓ તરફથી આક્રમણ કરી વિક્રમરાજ, દંડનાયક સુમનને અને એના હજારો સુભટોને પરાજિત કરી આવી પહોંચ્યો. સુમનને પણ જીવતો પકડી લેવામાં આવ્યો હતો.
For Private And Personal Use Only